રાજકોટના જંકશન મેઇન રોડ ઉપર મહાનગરપાલિકાએ 18 વર્ષ પહેલા કરેલુ ડિમોલિશન ગેરકાયદેસર હોવાનો રાજકોટની દિવાની કોર્ટે ચુકાદો આપી કેસની હકીકત એવી છે કે,આ કામમાં ગત તા.31/1/2008 નારોજ સવારે આશરે 8-00 વાગ્યાના સુમારે, રાજકોટના જંકશન મેઈન રોડ ઉપર, રેલ્વે સ્ટેશન સામે આવેલ આશરે 88 દુકાનો/કેબીનો, રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓએ અગાઉથી કોઈપણ જાતની નોટીસ પાઠવ્યા વગર કે જાણ કર્યા વગર દુકાન/કેબીનોનુ બીલકુલ કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધ અને કોઈ બીલ્ડર કે રાજકીય નેતાને આર્થીક લાભ કરાવવાના એક માત્ર હેતુથી ભ્રષ્ટાચાર કરી,જે.સી.બી.અને બુલડોઝરની મદદથી તોડી પાડેલ,જેની સામે દુકાન/કેબીન ધારકોએ રાજકોટની દિવાની અદાલતમાં કાયમી વિજ્ઞાપન અને મનાઈહુકમ મેળવવા વાસ્તે તથા ઉપરોક્તન ડીમોલીશન ગેરકાયદેસર ઠરાવવા વાસ્તે તેઓના એડવોકેટ કે.ડી.શાહ મારફત આશરે 88 દાવાઓ તા.02/02/2008 નારોજ દાખલ કરેલ.
જેમાં રાજકોટની દિવાની અદાલતે વાદી તરફે રજુ રાખવામાં આવેલ પુરાવાઓ, વાદીઓની જુબાની, કેસની હકીકત, તેમજ દુકાન/કેબીન ધારકોના એડવોકેટ કે.ડી.શાહની દલીલને ધ્યાને લઈ તેમજ વાદી એડવોકેટ ધ્વારા વડી અદાલત તેમજ ના. સુપ્રિમ કોર્ટના રજુ કરેલ ચુકાદાઓને ધ્યાને લઈ ગત તા.03 /09/2026 નારોજ,આ કામના અસરગ્રસ્ત એવા જંકશન મેઈન રોડ, રેલ્વે સ્ટેશન સામે આવેલ દુકાન ધારકો/કેબીન ધારકો ધ્વારા દાખલ કરવામાં આવેલ સદરહું તમામ દાવાઓ અંશત: મંજુર કરેલ છે, તેવો વાદીઓના લાભમાં આશરે 305 પાનાનો મહત્વનો ચુકાદો આપેલ છે અને રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરેશન ધ્વારા કરવામાં આવેલ ડીમોલીશન કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધનું ઠરાવવામાં આવેલ છે.
ઉપરોક્ત ચુકાદાને ધ્યાને લઈ 18-18 વર્ષથી પોતાના કાયદેસરના હકક અને અધીકાર માટે લડતા જંકશન મેઈન રોડ, ડીમોલીશનના અસરકર્તા વેપારીઓ હવે સદરહું ચુકાદાને ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરવા તેમજ વળતર અંગેની કાયદેસરની કાર્યવાહી કરવાનુ વિચારી રહેલ છે. ઉપરોકત કેસોમાં વેપારી તરફથી સીનીયર એડવોકેટ ડી.જી.શાહ, કે.ડી.શાહ તથા એસ.આઈ.શાહ રોકાયેલા છે.
