દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી અદાલત

ગુજરાત મિરર, રાજકોટ, તા. રાજકોટમાં રહેતી યુવતી સાથે વૈવિશાળની ચાલતી વાતચીત દરમિયાન સુરતના શખ્સે લલચાવી ફોસલાવી યુવતી ઉપર દુષ્કર્મ આચર્યાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી…

ગુજરાત મિરર, રાજકોટ, તા.
રાજકોટમાં રહેતી યુવતી સાથે વૈવિશાળની ચાલતી વાતચીત દરમિયાન સુરતના શખ્સે લલચાવી ફોસલાવી યુવતી ઉપર દુષ્કર્મ આચર્યાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ સુરત રહેતા કૃણાલ કિરીટકુમાર ઠાકર અને તેના પરિવારજનો દ્વારા સામાજીક રીતે ભોગ બનનારને ત્યાં લગ્ન સંબંધ અર્થે એકબીજાને જોવા મળવા આવવા-જવાનું થયું હતું. એકબીજાએ મળવા, હરવા, ફરવા વિગેરે સંબંધોનો વિકાસ થયો હતો. તે દરમીયાન ભોગબનનારને લગ્નની લાલચ આપી રાજકોટ, સુરત, ભૂજ, કેરાલા અને દુબઈ જેવા અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરી મારકુટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસની સેશન્સ ટ્રાયલ દરમીયાન બચાવમાં ઉલટ-તપાસ દરમીયાન ભોગ બનનાર દ્વારા સતત ચાર માસ આરોપી સાથે સંપર્ક વિહોણા, આરોપીની સગાઈ અન્ય જગ્યાએ થતા રાગદ્વેષ વિગેરે તથા મેડીકલ પેપર્સમાં હિસ્ટ્રી તથા ફરીયાદીના કથનો વિગેરે એક સુર પૂરાવા અધિનિયમ મુજબનો નહિ હોવાનું પૂરવાર થતા અને મેડીકલ ઓફીસર તથા અન્ય સાહેદ સાક્ષીઓ તથા તપાસ કરનાર અધીકારી વિગેરે દ્વારા આપેલ સાહેદો અને કરેલ બચાવમાં આરોપીની તરફેણ તથા અને ફરીયાદ પક્ષ નિષ્પક્ષ પોતાનો કેસ પૂરવાર નહી કરી શકતા તેમજ બચાવ તરફે કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કામમાં આરોપી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, હિરેન ડી. લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, પારસ શેઠ, વિરલ વડગામા, મૌલીક ગોધાણી, સીરાકમુદ્દીન સેરસીયા, પિયુષ કોરીંગા, ક્રિષ્નાબેન પીઠડીયા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન જી. ખસમાણી, નિરાલી કોરાટ, ધારા બગથરીયા, સમીર સેરશીયા, ધવલ જેઠવા, દિપક રાઠોડ, દિક્ષીત કોટડીયા, યશ રાદડીયા, મનીષ ઠાકર, યશ સોની, મનીષ ત્રિવેદી, ભુમી મહેતા, પુજા ઉનાગર, પદ્માવતી નાડાર અને મયુર એચ. ગોંડલીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *