વૃધ્ધોને બેભાન કરી દાગીના પડાવનાર દંપતી ઘેનની દવા મેડિકલેથી ખરીદતા’તા

તાલુકા પોલીસે દંપતીને પકડી તમામ 2.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: ચાર ગુનાની કબુલાત રાજકોટમાં વૃધ્ધાઓને કેફી પીણું પીવડાવી અર્ધ-બેભાન કરી ફડાકા ઝીંકી રોકડ-દાગીના સહિત બે…

તાલુકા પોલીસે દંપતીને પકડી તમામ 2.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: ચાર ગુનાની કબુલાત

રાજકોટમાં વૃધ્ધાઓને કેફી પીણું પીવડાવી અર્ધ-બેભાન કરી ફડાકા ઝીંકી રોકડ-દાગીના સહિત બે લાખની મતાની લૂંટ ચલાવી નાસી ગયાની ત્રણ ફરીયાદ નોંધાતા તાલુકા પોલીસે દંપતિને પકડી લઈ મુદામાલ કબજે કર્યો હતો અને ચાર ગુનાના ભેદ ઉકેલી નાખ્યા હતા.આ દંપતી મેડિકલે જઇ ઉંઘની દવા ખરીદતા હતા.

વધુ વિગતો મુજબ,માધાપર ગામે આંબેડકરનગરમાં રહેતાં નાથીબેન ડાયાભાઈ પરમાર(ઉ.63)એ એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણી મહિલા અને અજાણ્યાં પુરૂૂષ સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.23/12/24ના વિધવા સહાય અંગેનું પેન્સન બંધ થઈ ગયુ હોય જેથી જુની કલેકટર કચેરી આવી મોચીબજારમાં જતા હતા ત્યાં બહેને આવી કહેલ ડોસીમાં ચકકર આવતા હોય તો અહીં બેસો કહી વાત કરી લચ્છી પીવડાવતા અર્ધ બેભાન થઈ જતા બુટીયા કાઢવા બળજબરી કરતા પ્રતિકાર કરતા ફડાકા મારી દેતા બેભાન થઈ ગયા બાદ દાગીના અને મોબાઈલ મળી કુલ રૂૂ.1,07,500 નો મુદામાલ લૂંટી લીધો હતો.જ્યારે મોચીબજાર તીલક પ્લોટમાં રહેતાં જાનાબેન હરીભાઈ ખીમસુરીયા (ઉ.65) ગઈ તા.13ના બપોરે જયુબેલી શાક માર્કેટમાં શાક લેતાં હતાં ત્યારે અજાણ્યા બહેને આવી તમને ઠંડુ પીવડાવવું છે.

કહી લચ્છી, ગુલાબ સરબત પીવડાવતા અર્ધ-બેભાન થઈ જતા ફડાકા મારી સોનાના બુંટીયા, રોકડ સહિત 80,500ની મતા લૂટી લેતા ફરીયાદ નોંધાવી હતી આ ઉપરાંત મવડી લાલુભાઈ પારેખ ટાઉનશીપમાં રહેતાં પુષ્પાબેન લાલજીભાઈ નકુમ(ઉ.62) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.14ના રામધણ આશ્રમ દર્શન કરી દવાખાને હતા ત્યારે અજાણ્યા બહેને આવી ચાલો હું તમને દવાખાને લઇ જાવ તે બહેન સાથે એક અજાણ્યો પુરૂૂષ હતો અને ચા લાવી પીવડાવતા માથુ થોડુ ભારે થઈ જતા રેતીના ઢગલા પાસે બેસી જતા બહેને કહેલ કે,થોડીવાર નિંદર કરી જાવ પરંતુ મે ના પાડતા ફડાકા મારતા અર્ધ બેભાન થઈ જતા સોનાની બુટી, દાણો તથા રોકડા રૂૂપિયા લૂંટી લીધા હતા.

આ ફરિયાદ પરથી પરથી તાલુકા પીઆઈ ડી.એમ. હરીપરા,પીએસઆઇ ભરવાડ, જયપાલસિંહ સરવૈયા, કૌશેન્દ્રસિંહ,હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે મુળ ભાવનગરના અને હાલ મવડી ઝુપડામાં રહેતા એભાભાઈ કમાભાઇ વાઘેલા (ઉ.પર) અને તેના પતની નાથીબેન(ઉ.50)ને પકડી લઇ પૂછપરછ કરતા ચાર ગુના કબુલ્યા હતા.તેમજ તેઓ મેડીકલે જઈ ઊંઘની ગોળી લઇ આવતા હતા.પોતે આર્થિકભીંસ દૂર કરવા આ કૃત્ય કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *