રાજકોટના રતનપરમાં વ્રજવાટિકામાં રહેતા ભાર્ગવભાઈ કાંતિલાલ લાઠીયા(ઉ.30)સાથે મારૂૂતી પેકેજીંગ ઇક્વીપમેન્ટ કંપનીના માલિક કે જેઓ બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરલીમાં રહેતા દિપ્તીબેન ભુપેન્દ્રભાઈ મેવાડા અને ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભરત જગજીવન મેવાડાએ વેપારીને બોડીડોઝ કંપનીમાં જોઈતી મશીનરીની ડીલીવરી પહોંચાડવાની લાલચ આપી રૂૂ.3,00,000/- નું એડવાન્સ પેમેન્ટ મેળવી મશીનરીની ડીલીવરી ન પહોંચાડી કે એડવાન્સ ના નાણા પર પરત આપેલ ન હોય જેથી વેપારીએ સીપી ઓફીસ રાજકોટ ખાતે અરજી કરતા 3 લાખમાંથી માત્ર રૂૂ.90 હજાર જ પરત આપી બાકીના રૂૂ.2,10,000/- અલગ-અલગ બહાના કરી પરત નહી આપી દિપ્તીબેન અને ભૂપેન્દ્રભાઈએ કાવતરું રચતા કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાર્ગવભાઈએ જણાવ્યું હતું કે,તેઓ છેલ્લા પાંચેક વર્ષથી નવાગામ આણંદપર ગામે સિવ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઇન્ડસ્ટ્રીઝ માં બોડીડોઝ નામથી કોસ્મેટિક પ્રોડક્ટની કંપની ચલાવી વેપાર કરે છે. તેઓને છ એક મહિના પહેલા મશીનરીની જરૂૂરિયાત ઊભી થતા ઓનલાઈન અથવા ઓફલાઈન મશીનરી શોધતા હતા ત્યારે તેઓને અમદાવાદની મારુતિ પેકેજીગ ઇકવિપમેન્ટ નામની કંપનીનો સંપર્ક થયો હતો.તેમાં તેઓએ ઓનર દીપ્તિબેનનો કોન્ટેકટ કરી કંપનીની સાઇટ પરથી દીપ્તિબેનના પતિ ભુપેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો. તેઓને સેમી ઓટોમેટિક ટ્યુબ ફીલિંગ મશીનનું જરૂૂરિયાત હોય જેથી તેનો ઓર્ડર આપ્યો હતો.તેની કિંમત 2.53 લાખ કહી અને તેના એડવાન્સ રૂૂપિયા પહોંચાડવાનું કહેતા તેઓને ઓનલાઈન બેંક મારફતે ટ્રાન્સફર કર્યા હતા.બાદમાં ફરિયાદીના સગા મોટા ભાઈ નેમિશભાઈ કાંતિભાઈ લાઠીયા અને તેના પત્ની પુજાબેન રૂૂબરૂૂ ભુપેન્દ્રભાઈની કંપનીએ ગયા હતા ત્યાં વધુ બે મશીન પસંદ પડતા તેઓએ તેના પણ એડવાન્સ પેટે રકમ આપી આમ કુલ 3 લાખ રૂૂપિયા આપ્યા હતા.તેઓના કહ્યા પ્રમાણે 10 દિવસમાં ડિલિવરી ન મળતા ભુપેન્દ્રભાઈ સાથે કોલમાં વાત કરી હતી અને તેઓએ અલગ અલગ બહાનાઓ કાઢ્યા હતા.
તેમજ તેઓએ વાહન મોકલી આપવાનું કહેતા ફરિયાદીએ વાહન મોકલી આપ્યું હતું અને આમ છતાં ત્યાંથી મશીનની ડિલિવરી ન આપતા વાહન પરત બોલાવી તેના પણ ભાડા પેટે છ હજાર આપ્યા હતા.ફરિયાદી ભાર્ગવભાઈએ પોલીસ કમિશ્નરને અરજી કરી હતી જેથી આરોપી દંપતીએ 90 હજાર પરત ચૂકવ્યા હતા.ત્યારબાદ ચૂકવવાના બાકી 2.10 લાખ તેઓએ પરત નહીં આપતા અંતે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
