વેપારી પાસેથી દંપતીએ 1.44 લાખની ક્રોકરીની વસ્તુઓ ખરીદી પૈસા માટે હાથ ઊંચા કરી દીધા

રાજકોટ શહેરમા ગાંધીગ્રામમા ક્રોકરી અને ઇમિટેશનની જવેલરીનો વેપાર કરતા વેપારી પાસેથી રૈયા રોડ કર્મચારી સોસાયટીમા રહેતા દંપતીએ 1.44 લાખની ક્રોકરી અને ઇમિટેશન જવેલરી ખરીદી વેપારીને…

રાજકોટ શહેરમા ગાંધીગ્રામમા ક્રોકરી અને ઇમિટેશનની જવેલરીનો વેપાર કરતા વેપારી પાસેથી રૈયા રોડ કર્મચારી સોસાયટીમા રહેતા દંપતીએ 1.44 લાખની ક્રોકરી અને ઇમિટેશન જવેલરી ખરીદી વેપારીને ચેક આપ્યો હતો જે ચેક બેંકમા નાખતા બાઉન્સ થયો હતો ત્યારબાદ વેપારીએ પૈસા આપવા હાથ ઉંચા કરી દીધા હતા અને મહિલાએ ધમકી આપતા કહયુ કે તમારે જે લીગલ કરવુ હોય તે કરજો તમારો માલ પાછો આપવો નથી તારે જયા ખીલ્લો મારવો હોય ત્યા મારી લેજે જેથી પોલીસમા દંપતી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીગ્રામમા એસ. કે. ચોક શેરી પ મા રહેતા કૈલાશભાઇ ગુલાબભાઇ સોલંકી (ઉ.વ. 3ર) એ કર્મચારી સોસાયટી શેરી 10 મા રહેતા શીતલબેન હરેશભાઇ ગૌસ્વામી અને હરેશભાઇ ગૌસ્વામીનુ નામ આપતા છેતરપીંડીની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી છે. કૈલાશભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે ઘરે 1પ વર્ષથી ગૌતમ પ્રો.પ્રાઇટરનાં નામે કાચની વસ્તુ, ઇમિટેશન જવેલરી તથા ક્રોકરી વસ્તુનો વેપાર કરે છે તેમને શિતલબેનનો કોલ આવ્યો હતો. અને તેમને એડ્રેસ આપતા તેઓ ત્યા ખરીદી માટે ઘરે આવ્યા હતા અને અલગ અલગ કાચ, ક્રોકરી અને ઇમિટેશનની ચીજવસ્તુઓ રૂ. 1.44 લાખની ખરીદી અને પૈસા બીજા દીવસે ઘરેથી લઇ જવા કહયુ હતુ.

બાદમા વેપારી કૈલાશભાઇએ માલ સામાન મોકલાવી શીતલબેનનાં પતિ પાસેથી 1.44 લાખનો ચેક લીધો હતો. અને આ ચેક બેંકમા નાખતા બાઉન્સ થયો હતો અને તેમને ચેક બાઉન્સ બાબતે વાત કરતા શિતલબેનનાં પતિ હરેશભાઇએ બેંકમા બેલેન્સ ચેક કરી પછી આગળવાત કરવાનુ કહયુ હતુ. અને આ દંપતિ પૈસા આપવા અલગ અલગ બહાના બતાવતા હોય શિતલબેને કહયુ તારે જે કરવુ હોય તે લીગલ કરજે તારો માલ તને પાછો નહી મળે જયા ખીલો મારવો હોય ત્યા મારી લેજે. માલ બધો અમદાવાદ નણંદ પાસે છે ત્યા જઇને લઇ આવ તારો આ ધંધો છે મારો તો પ્રોફેશનલ ધંધો છે. આ મામલે વેપારીએ 1.44 લાખ છેતરપીંડીની ફરીયાદ કરી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *