શહેરમાં યુનિવર્સિટી રોડ પર કૈલાશ પાર્કમાં હલણના પ્રશ્ર્ને દંપતિ ઉ5ર પાડોશી શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યુ હતું.
આ બનાવઅંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે આવેલ કૈલાશ પાર્કમાં રહેતા શાહીદ અબ્દુલભાઇ બાંભણીયા (ઉ.વ.36) અને તેમના પત્ની સાહીનાબેન પોતાના ઘર પાસે હતા ત્યારે ફેનીલ હબીબ, ઇબરાહીમ અને ઝીન્તબેને ઝઘડો કરી પથ્થર વડે માર માર્યો હતો. દંપતિને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત દંપતિ અને હુમલાખોર પાડોશી અને કોટૂંબીક સગા થાય છે. હલણના પ્રશ્ર્ને દંપતિ પર હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટના ગોલીડા ગામે રહેતો ભૂપત છગનભાઇ વાઘેલા (ઉ.વ.27) મેસાવડા ગામે હતો ત્યારે ભરત પંચાલ સહિતના શખ્સોએ પાઇપ વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભૂપત વાઘેલા અને હુમલાખોર ભરત પંચાલ સાથે કામ કરે છે. ભૂપત વાઘેલાએ રૂા.500 આપી કડીયા કામની વસ્તુ મંગાવી હતી. જે વસ્તુ નહીં લાગી રૂપિયા પરત નહીં આપી ભૂપત વાઘેલા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરોકત બંન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
