એક વચેટીયો પોલીસ અને બે નંબરી ધંધા કરવાવાળાની વચ્ચે સેટિંગ કરાવતો હોવાની ચર્ચા
ઉપલેટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ દેશી દારૂૂ નું વેચાણ થાય છે અને આ દારૂૂને કારણે અનેક નાના કુટુંબો ખાસ કરીને મજૂર વર્ગની મોટાભાગની આવકના 50 ટકા જેવી રકમ દેશી દારૂૂમાં જાય છે જેમને કારણે આવા કુટુંબો પોતાનું ઘર ગુજરાત ચલાવી ન શકતા હોય ઘરમાં દરરોજ ઝઘડા કંકાસ થાય છે વધુમાં દેશી દારૂૂમાં કેમિકલ ભેળવાતું હોય શારીરિક રીતે મજૂર વર્ગ શારીરિક રીતે ખતમ થતો જાય છે શહેરમાં એટલો દેશી દારૂૂ વેચાય છે કે બહારથી તે લાવવો પૂરતો ન હોય દેશી દારૂૂમાં કેમિકલ નાખી તેમને વધુ નાસ્તાકારક બનાવે છે ત્યારે ઉપલેટા શહેરમાં ચાલતા આ દેશી દારૂૂ ના આટલા બંધ થાય એવું લોકો ઈચછી રહ્યા છે.
હાલમાં જે જગ્યાએ દેશી દારૂૂનું ખુલ્લેઆમ વેચાણ થાઈ છે તેમાં ભવાનીનગર માં એક દલિત મહિલા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ક્ષત્રિય દ્વારા અને સ્મશાન રોડ ઉપર એક મુસ્લિમ દ્વારા તથા ઈસરાના પાટિયા પાસે એક જ કારખાનામાં ખુલ્લેઆમ દેશી દારૂૂનું વેચાણ થાય છે જેમાં મોટી રકમનો ભ્રષ્ટાચાર થાય છે અને આ ભ્રષ્ટાચાર ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચતો હોય ભાગીદારીથી થતો હોય ગમે તેટલી રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી.
પરંતુ રાજકોટ જિલ્લાનો ચાર્જ નવા એસ,પી,એ સંભાળ્યા પછી ગમે તે થયું હોય કે એસ પી એ ગમે તે સૂચના આપી હોય અત્યાર સુધી સ્ટાફના માણસો જ આવા બે નંબરી ધંધા કરતા લોકો પાસેથી સીધા હપ્તા ઉઘરાવવા જતા હતા આવા લોકો દારૂૂના ધંધાર્થીઓ પાસે ઉભા હોય કે તેમની સાથે વાતચીત કરતા હોય તો પણ દેશી દારૂૂ લેવા આવનાર પોલીસ સ્ટાફની કોઈપણ જાતની બીક વગર તેમની હાજરીમાં જ દારૂૂની પોટલી માંગતો હતો કારણ કે તમને ખબર હતી કે આ બધું વહીવટથી ચાલે છે એટલે તેમની હાજરીમાં દારૂૂની પોટલી માંગવામાં કોઈ વાંધો નથી પરંતુ નવા એસ પી આવતા આ ધંધો ચાલુ છે ફક્ત સિસ્ટમ બદલાણી છે અત્યાર સુધી જે ડાયરેક્ટ હપ્તા લેતા હતા તે હવે વચેટિયા માણસને રાખી તેમના મારફત હપ્તો લઇ અને ધંધાનુ સેટિંગ કરાવે છે ઉપલેટા શહેરમાં પણ એક લેઉવા પટેલ ને આ જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે તમારે કોઈ બે નંબરી ધંધાની વાત કરવી હોય ત્યારે આ માણસ પાસે જ તમારે વાત કરવી પડે જે પોલીસ સાથે વાત કરી વચેટીયાની ભૂમિકા ભજવે તમને ધંધો કરવાની પરવાનગી આપે છે અને તમારે ભ્રષ્ટાચાર ના પૈસા પણ આ જ વ્યક્તિને આપવાના થાય છે જે પૈસા આ વચેટીઓ અધિકારીઓ સુધી પહોંચાડે છે આટલી હદે ઉપલેટા શહેરમાં બે નંબરના ધંધા ચાલતા હોવા છતાં ઉપલેટા શહેરનો એક પણ રાજકીય આગેવાન કે સામાજિક આગેવાન કાંઈ બોલતો નથી તે ઉપલેટા શહેર માટે શરમ જનક બાબત છે
