હોસ્ટેલની મેસોમાં રાજ્યવ્યાપી દરોડા બાદ કોર્પોરેશન જાગ્યું, 14 સંસ્થાને નોટિસ-દંડ

રાજ્યમાં હોસ્ટેલ અને છાત્રાલયની મેસો પર ચાલેલી વ્યાપક તપાસ બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે પણ સ્થાનિક સ્તરે સર્વેલન્સ ચેકિંગ શરૂૂ કર્યું છે. તા.…

રાજ્યમાં હોસ્ટેલ અને છાત્રાલયની મેસો પર ચાલેલી વ્યાપક તપાસ બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે પણ સ્થાનિક સ્તરે સર્વેલન્સ ચેકિંગ શરૂૂ કર્યું છે. તા. 18 સપ્ટેમ્બરની અખબારી યાદી મુજબ શહેરની અનેક હોસ્ટેલ, છાત્રાલય અને સંસ્થાઓની મેસમાં હાઇજેન, સ્ટોરેજ અને લાઇસન્સની ખામી મળતાં કુલ 14 સંસ્થાને નોટિસ આપવામાં આવી છે.

સૌથી મોટી કાર્યવાહી યુનિવર્સિટી રોડ, ગંગોત્રી પાર્ક ખાતેના સમરસ કુમાર છાત્રાલય (યુવરાજ કેટરર્સ) પર થઈ. પેઢીને હાઇજેનિક કન્ડિશન અને લાઇસન્સ બાબતે નોટિસ આપી 3,000 રૂૂપિયાનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો. સાથે જ મગનું શાક, રાઈસ, બટેટાની સબ્જી અને દાળના ચાર તૈયાર ભોજનના નમૂના પણ લેબોરેટરી માટે લેવાયા.

અન્ય હોસ્ટેલોને મુખ્યત્વે નોટિસ અને નાનો વહીવટી ચાર્જ ફટકારાયો છે. પરિવાર પાર્ક ચોક પાસેના પેરેન્ટ્સ હોસ્ટેલ, કિંગ્સ લેન્ડ સામેના શિવ બોયઝ હોસ્ટેલ, વાત્સલ્ય હોસ્પિટલ પાસેના માધવ પી.જી. હોસ્ટેલ, સત્યસાંઈ રોડ પરના જય રેસિડેન્સી હોસ્ટેલ અને રામપાર્ક મેઇન રોડ પરના શ્રીજી ગર્લ્સ હોસ્ટેલ પાસેથી 500-500 રૂૂપિયા વહીવટી ચાર્જ લેવાયો. કાલાવડ રોડ પરના લોંજ બોયઝ હોસ્ટેલને નોટિસ આપી બેસન, મેંદાનો લોટ અને ઘઉંના લોટના ત્રણ નમૂના લેવાયા.

શૈક્ષણિક અને સેવા સંસ્થાઓની મેસ પણ તપાસની ઝડપમાં આવી. ડો. રાધાકૃષ્ણ રોડ પર કાઠીયાવાડ જીમખાના સામેની રાજકુમાર કોલેજ, પારિજાત સોસાયટી પાસેની પટેલ ક્ધયા કેળવણી, ઢેબર રોડ પરની કડવીબાઈ વિરાણી ક્ધયા છાત્રાલય, આઠ રજપૂત પરા પાસેના શ્રી લોહાણા સ્થાપિત મહિલા વિકાસ ગૃહ ટ્રસ્ટ અને વિદ્યાનગર મેઇન રોડ પરના કુવરજી મૂળજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્ર પટેલ આશ્રમને હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવી છે. ઢેબર રોડ પરના કાન્તા સ્ત્રી વિકાસ ગૃહને પણ એ જ આધારે નોટિસ ફટકારાઈ છે.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કુલ 39 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ કરી 60 કિલો અખાદ્ય તથા વાસી જથ્થો નાશ કર્યો. દસ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ અને સ્વચ્છતા બાબતે નોટિસ આપી કુલ 7,500 રૂૂપિયા વહીવટી ચાર્જ વસૂલ્યો. એફએસએસએઆઈ એક્ટ હેઠળ 37 નમૂના પૃથક્કરણ માટે મોકલાયા છે.
કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સામેની ક્યુઝીન પ્રાઇવેટ લિમિટેડ (સરાઝા)ને હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી 1,000 રૂૂપિયા વસૂલવામાં આવ્યા. બહુચરાજી સ્વીટ પાસેથી તારીખ વગરની 60 કિલો ખોરી થયેલી ખાજલી નાશ કરી 1,000 રૂૂપિયાનો ચાર્જ લેવાયો.

છાત્રોના રોજિંદા ભોજનની ગુણવત્તા સીધી તબિયત સાથે જોડાયેલી હોવાથી હોસ્ટેલ મેસ પરની આ તપાસ મહત્વની ગણાય છે. નોટિસ મળેલી સંસ્થાઓએ નિયત સમયમાં ખામી દૂર કરવાની રહેશે. લેબ અહેવાલ આવ્યા પછી નમૂના નિષ્ફળ નીવડે તો વધુ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે તહેવારો અને વિદ્યાર્થી સીઝન દરમિયાન આવી તપાસ ચાલુ રહેશે.

લાડવા-ઘીના નમૂના લેવાયા
ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ મીઠાઈ અને ઘી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેવડાવાડી મેઇન રોડ, બોમ્બે આર્યન પાસેના વોલ્ગા ઘી ડિપોમાં એસઓજી રાજકોટ શહેર સાથે સંયુક્ત કાર્યવાહી થઈ. ઉત્પાદન અને વેચાણ માટે રાખેલ ઘીના કુલ છ નમૂના લેવાયા. તેમાં હોમમેડ કાઉ ઘી (500 મિલી પેક), ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી (500 મિલી પેક), કામધેનુ પ્રીમિયમ ઘી (200 મિલી પેક) અને શુદ્ધ ઘી (લૂઝ)ના ત્રણ નમૂના સામેલ છે. મોતીચૂર લાડુ અને મોદકના નમૂના ગુરુકૃપા સ્વીટ્સ (નેહરુનગર), સાક્ષી ગૃહ ઉદ્યોગ (કોઠારિયા રિંગ રોડ), શ્રી ગજાનંદ સોનપાપડી ગૃહ ઉદ્યોગ, શ્યામ ડેરી ફાર્મ (પંચવટી), શિવશક્તિ ગૃહઉદ્યોગ (વેલનાથ અને ભક્તિનગર), રસધારા સ્વીટ્સ (કોઠારિયા), ગજાનંદ જોધપુર સ્વીટ (સંતકબીર રોડ) અને કૃપાનિધિ સ્વીટ્સ (ગોકુલધામ) પાસેથી લેવાયા. મીઠો માવોના નમૂના મેઘમિલન ડેરી, શ્રી તિરુપતિ ડેરી ફાર્મ, માટેલ સ્વીટ, જય યોગેશ્વર ડેરી ફાર્મ પાસેથી લેવામાં આવ્યા. આ તમામ નમૂના એફએસએસએઆઈ કાયદા હેઠળ પૃથક્કરણ માટે લેબમાં મોકલાયા છે. તહેવાર દરમિયાન લાડુ-મોદક અને ઘીની માંગ વધે છે, તેથી ભેળસેળ અટકાવવા આ તપાસ કરાઈ હોવાનું ફૂડ વિભાગનું કહેવું છે. અહેવાલ આવ્યા પછી જ ગુણવત્તા અંગે આખરી તારણ નીકળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *