મનપાની આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કમિશનર વિભાગ દ્વારા રજૂ થયેલ 52 દરખાસ્ત મંજૂર કરાશે
મનપાના મેનેજર અને વોર્ડ ઓફિસર MMSUની પરીક્ષા આપી બઢતી મેળવી શકશે
મહાનગર પાકિલાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક આવતકાલે મળનાર છે. કમિશનર વિભાગ માંથી અલગ અલગ પ્રોજેકટના ખર્ચ મંજૂરી 52 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી મુખ્યમંત્રી ગ્રીનરીંગ રોડ વિકાસ યોજના અંતર્ગત નવા રીંગરોડ-2ના પેકેજ એકથી ત્રણ માટે રૂા.120,79 કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માંગવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે મંજૂર કરી ગુજરાત મ્યુન્સિપલ ફાઇન્સ બોર્ડને મોકલી આપવામાં આવશે તેવી જ રીતે રેસકોર્ષમાં નવા નિર્માણ પામેલ શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના ડીપોઝીટ તથા ભાડાના દર રીવાઇઝ કરવા માટેની દરખાસ્ત તેમજ ગત સ્ટે.માં પેન્ડિંગ રહેલ અન્ય દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.
મનપાની સ્ટે.માં રજૂ થયેલ દરખાસ્તો પૈકી હાલમાં કામ હેઠળ રહેલ રીંગરોડ-2 ને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજના અન્વયે આગળનું કામ ચાલુ કરવા માટે સરકાર પાસે રૂા.120.79 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા-વેસ્ટઝોન હેઠળનો 150 રીંગ રોડ-2 જામનગર રોડથી સ્માર્ટ સિટી સુધી (પેકેજ-1)સિવિલ વર્ક તથા ગાર્ડનીંગ વર્ક, સ્માર્ટ સિટીથી કટારીયા ચોક સુધી (પેકેજ-2) સિવિલ વર્ક તથા ગાર્ડનીંગ વર્ક, કટારીયા ચોકથી કણકોટ રોડ રાજકોટ મહાનગરપાલિકાની હદ સુધી (પેકેજ-3)સિવિલ વર્ક તથા ગાર્ડનીંગ વર્ક સહિતના કામ માટેની દરખાસ્ત કાલે સ્ટેન્ડિંગમાં મજૂર કરી સરકારમાં મોકલવામાં આવશે.
મનપાની સ્ટેન્ડિંગમાં અન્ય દરખાસ્ત જેમાં અગાઉ પેન્ડિંગ રહેલ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત રોડ પહોળો કરવા માટે અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત સંભવત મંજૂર કરવામાં આવશે. તથા શહેરના અલગ અલગ વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાની તેમજ 18 મીટરના ટીપી રોડ ડિઝાઇન તૈયાર કરવા તેમજ રેસકોર્ષ સંકૂલમાં આવેલી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે રેઇન ગન સ્પ્રીકલર ઇરીગેશન સીસ્ટમ સપ્લાય ઇન્સ્ટોલેશન ટેસ્ટીંગ સહિતનો કોન્ટ્રાક્ટ આપવા માટે તેમજ પંમ્પીગ સ્ટેશનના મેન્ટેનન્સ કામ તથા વોર્ડ નં.18માં કોઠારીયામાં ટીપી 38-39 તેમજ ઇન્ડસ્ટ્રીયલ અને રેસીડેન્ડ વિસ્તારોમાં ડ્રેનજ લાઇન તથા મેઇન હોલ બનાવવા માટે અને વોર્ડ નં.4માં નવનિમંત હાઇસ્કૂલ બિલ્ડિંગની સોંપણી જિલ્લા શિક્ષણ અધિકારીને કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
વોર્ડ નં.4માં બનશે મહિલા હોકર્સઝોન
નાના ધંધાર્થીઓ માટે મનપા દ્વારા હોકર્સઝોન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ મહિલાઓ પગભર થાય તે માટે અગાઉ વેસ્ટઝોનમાં મહિલા હોકર્સઝોન બનાવ્યા બાદ ઇસ્ટઝોનમાં વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નંબર 13માં 80 ફૂટ રોડ પાસે આવેલ ભોલેનાથ રેસીડેન્સી રોડ પર મહિલાઓ માટે રૂા. 76.90 લાખ ખર્ચે હોકર્સઝોન તૈયાર કરવામાં આવશેે. જેમાં ફકત મહિલાઓને જ જગ્યા ફાળવવામાં આવશે. જેની દરખાસ્ત આવતીકાલની સ્ટેન્ડિંગમાં મંજૂર કરી કામ શરૂ કરવામાં આવશે.
ફાયર વિભાગની વાહન ખરીદીમાં કૌભાંડની બૂ
મનપાના ફાયર વિભાગ માટે રૂા. 9.20 કરોડના ખર્ચે 8 નંગ રેસ્કયુ વ્હિકલ ખરીદીવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. તેમા પણ અધિકારીઓએ કૌભાંડ આચર્યુ હોય તેવુ પ્રથમ તબક્કે લાગી રહ્યું છે. સામાન્ય વ્યકિત પણ વાહન ખરીદી માટે શોરૂમ ખાતેથી વાહનનો ફાઇનલ ભાઇ જાણી શકે છે. ત્યારે રૂા. 1.15 કરોડના એક રેસ્કયુ વ્હિકલની ખરીદી માટે એસટીમેન્ટ તૈયાર કરવામાં આવેલ તેમા એક વાહનના અલગ અલગ ભાવ રજૂ થયા છે. જેમાં રૂા. 2.67 લાખનો તફાવત એક વાહન દીઠ જોવા મળ્યો છે. આથી સૌથી ઓછા રૂા. 1.15 કરોડના પ્રતિ વ્હિકલના ભાવ ભરનાર એજન્સીને તમામ આઠ નંગ રેસ્કયુ વ્હિકલ ખરીદવાનુ રૂા.9.20 કરોડનુ કામ આપવામાં આવશે.
વોર્ડ નં.4માં બનશે વધુ 2 પાર્ટી પ્લોટ
મનપા દ્વારા હાલની માંગ મજૂબ અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ બનાવવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત હવે વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નં.12માં એ.પી નં.94-95 મધુવન મેઇન રોડ એચપી પેટ્રોલપંપની પાછળ આવેલી હયાત પ્લોટમાં 10,361 ચોરસ મીટરમાં બે પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે જેનો ખર્ચ રૂા. 4.96 કરોડ થવા જાય છે. આ બંને પાર્ટી પ્લોટમાં કમાપાઉન્ડ હોલ, સ્ટોર રૂમ, વોશ એરીયા, લોન એરીયા, પાર્કિંગ એરીયા, વર-વધુનારૂમ, સ્ટોરરૂમ, ટોયલેટ, કિચન વગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
રેસકોર્સ આર્ટ ગેલેરીનું ભાડું ઘટાડાયું હવે રૂા.2500થી 20,000 દર નક્કી કરાયા
રેસકોર્ષ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું નવનિર્માણ થયેલ છે. જેમાં ત્રણ વિભાગ બનાવવામાં આવ્યા છે. આ આર્ટ ગેલેરી ભાડે આપવામા માટે તેમજ ડિપોઝીટની ફી નક્કી કરવા માટે સંકલન કરવામા આવેલ ત્યારબાદ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે મુજબ કલા વિષયક પ્રર્દશનો જેમા ટિકીટ ન હોય તેમા ગેલેરી અબક માટે રૂા. 5000થી રૂા. 15000 જયારે ફી અથવા ટીકીટ રાખવામાં આવી હોય ત્યારે ભાડુ 10,000થી 20,000 સોમથી ગુરુવાર સુધીનુ તેવી જ રીતે શુક્રથી રવિવાર સુધીમાં યોજાનાર કાર્યક્રમોમાંથી ટીકીટ ન હોય તેના માટે ગેલેરી અ બ ક માટે રૂા. 7000થી 20,000 ડિપોઝીટ અને એટલુ જ ભાડુ તથા મેટેન્સ રૂા.2000, સફાઇ ચાર્જ રૂા.1500, સિક્યુરીટી ચાર્જ 1500, એડમીન ચાર્જ રૂા.2000 પ્રતિગેલેરી નક્કી કરવામાં આવેલ જેમા હવે ધટાડો કરી ટીકીટ વગરના પ્રર્દશનોમાં ડિપોઝીટ 5થી 10 હજાર અને ભાડાનો દર 2500થી 5000 કરવામાં આવશે તેમજ ભાડુ ટીકીટ દરમાં રૂા. 7000થી 16,000 સોમવારથી ગુરુવાર સુધી અને શનિવારથી રવિવાર સુધીમાં રૂા.8000થી 20,000 ભાડુ નીયત કરવામાં આવ્યું છે. જેની સામે અગાઉ મેન્ટેનન્સ સફાઇ ચાર્જ અને સિક્યુરીટી ચાર્જ નિયત કરેલ જે સંપૂર્ણ પણ રદ કરવામાં આવ્યો છે.
વોર્ડ નં.6માં 3.88 કરોડના ખર્ચે રોડ-રસ્તા બનશે
સ્ટેન્ડિંગ કમિટિમા આવેલ દરખાસ્ત મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 6 માં માંડાડુંગર વિસ્તારમાં આવેલ માધવ વાટિકા સોસાયટીમાં, મહીકા રોડ પર દીનદયાલ ઇન્ડસ્ટ્રીઝમાં ડામર કાર્પેટ કરવાનું તથા નેશનલ હાઇવેથી ગોકુલ વિદ્યાલય અને રામ પાર્કથી આર.એમ.સી. લીમીટ સુધી મહીકા રોડ (ફેઇઝ-2), સંતકબીર રોડ પર ગોકુલનગર મેઈન રોડથી જલગંગા સર્કલ (ફેઇઝ-2), ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોકથી પારેવડી ચોક સુધી બાકી રહેતા ભાગમાં (ફેઇઝ-2), તથા જૈન દેરાસર રોડ પર ડામર રીકાર્પેટ કરવાનું કામ 3.88 કરોડના ખર્ચ કરવામાં આવશે અગાઉ પાંચ પાંચ વખત ટેન્ડર કરવા છતા કોઇ એજન્સી હાથ ન જાલતા અંતે 7.27 ટકા વધુ ભાવથી એજન્સીને રોડ રસ્તાનુ કામ આપવા તંત્ર મજબૂર બન્યું છે.
ખાડાઓ પૂરવા વધુ 1.90 કરોડનો ખર્ચ
શહેરમાં પ્રથમ વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં ખાડાઓનુ સમ્રાજ્ય છવાઇ ગયુ છે. ભારે ઉહાપો બોલ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી રૂપે પેચવર્ક કામ કરવામાં આવ્યુ હતું અને હવે તમામ ખાડાઓ જેટ પેચર મશીનથી પૂરવા માટે સ્ટેન્ડર કરવામા આવેલ. અલગ અલગ વિસ્તારોમાં 18 હજાર ચોરસ મીટર રસ્તા પર થયેલા ખાડાઓ જેટ પેચર મશીનથી પૂરવા માટે 20000 કિલો રેડીમીકસ પેચવર્ક કોલ્ડ મીકસ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવશે. જેનો ખર્ચ રૂા. 1,90,42,965 થવા જાય છે. ટેન્ડર મંજૂર થયા બાદ આવતી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેને મંજૂર મળ્યે ખાડા પૂરવાનુ કામ શરૂ કરવામાં આવશે.
