કોર્પોરેશને વહીવટી ચાર્જના વધારામાં કર્યો ઘટાડો

ડબલથી બસ્સો ગણો ભાવ વધારો મંજૂર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સબંધી વહિવટી ચાર્જમા સુચવાયેલ તોતીંગ વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમા પેન્ડિંગ રાખવામા…

ડબલથી બસ્સો ગણો ભાવ વધારો મંજૂર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સબંધી વહિવટી ચાર્જમા સુચવાયેલ તોતીંગ વધારાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમા પેન્ડિંગ રાખવામા આવ્યા બાદ ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં વહિવટી ચાર્જ ફિકસ કરાયો છે. અગાઉની દરખાસ્તમાં સુચવાયેલ વધારામાં થોડો ઘટાડો કરવામા આવ્યો છે આમ છતા વહિવટી ચાર્જમા ડબલથી માંડી 200 ગણો વધારો મંજુર કરવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા તથા અન્ય વાહકજન્ય રોગોથી શહેરીજનોને સુરક્ષીત કરવા માટે મચ્છરો અને બીજી જીવાતો સામે ઉપચારજન્ય અને નિવારક પગલાઓની જોગવાઈ કરવી જરૂૂરી હોય તથા મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકુનગુનીયા તથા અન્ય વાહકજન્ય રોગોના મચ્છરો દ્વારા આ રોગોનો ફેલાવો અટકે અને મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા તથા અન્ય વાહકજન્ય રોગો પર અસરકારક નિયંત્રણ રહે તથા મચ્છરોની ઉત્પતિ અટકે તે માટે કાર્યવાહી કરવી જરૂૂરી હોઇ, બંધિયાર (સંગ્રહિત) ચોખ્ખા પાણી તથા ગંદા પાણીમાં ઉપરોક્ત રોગચાળો ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થતાં હોઇ, જેથી મકાનોના ભોંયતળીયા, માળ અને જમીન ઉપર ઘર/પ્રિમાઇસીસની અંદર તથા ઘર/પ્રિમાઇસીસ ની આસપાસ આવેલ ઉપયોગમાં હોય કે બિનઉપયોગી હોય તેવા દરેક પ્રકારની પાણીની ટાંકીઓ અને જુદી-જુદી જાતના સાધનો કે જેમાં પાણી સંગ્રહ કરવામાં આવતું હોય અથવા પાણી એકઠું થતું હોય પછી આવા સાધનો ઉપયોગમાં લેવાતા હોય કે ન લેવાતા હોય તો પણ તેવા સ્થળોનું નિયમન કરવા માટે જરૂૂરી પગલાં લેવા માટે વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે.
હાલમાં વસુલવામાં આવતા ચાર્જમા બમણાથી લઇ 200 ટકા સુધીનો વધારો મંજુર કરી દેવાયો છે. આવતી ઉક્ત વિગત મુજબની વહિવટી ચાર્જ વસુલાતની રકમમાં વધારો કરવાની જરૂૂરીયાત જણાતા મેલેરીયા શાખા દ્વારા વસુલવામાં આવતા ઉક્ત વહીવટી ચાર્જની રકમમાં વધારો સુચવતી દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ મંજુરી અર્થે રજુ કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *