કોર્પોરેશન શ્રધ્ધાંજલિ ભુલ્યું, સાંઢિયા પુલ ઉપર ‘હેપ્પી સ્ટ્રીટ’નો જલસો

પુલના ઉદ્ઘાટન પૂર્વે રોશનીનો ઝગમગાટ, ગરબાની રમઝટ અને મનોરંજનની મોજ મસ્તીનું આયોજન રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપવાનું ભુલી ગયા છે પરંતુ સાંઢીયાપુલના ઉદઘાટન…

પુલના ઉદ્ઘાટન પૂર્વે રોશનીનો ઝગમગાટ, ગરબાની રમઝટ અને મનોરંજનની મોજ મસ્તીનું આયોજન

રાજકોટ મહાનગરપાલિકાના શાસકો સ્વ.વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપવાનું ભુલી ગયા છે પરંતુ સાંઢીયાપુલના ઉદઘાટન માટે ભવ્ય જલસાનું આયોજન કર્યું છે.

રાજકોટ શહેરના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર રૂૂ.74.32 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે લોકપ્રિય છે, તેનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ્ હસ્તે તા.13ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવનાર છે. આજે તા.12ને શુક્રવારના રોજ રાત્રે 9:00 કલાકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલ ખાતે Happy Streetનું ં ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદભુત રોશની વચ્ચે પરિવારજનો અને મિત્રો સાથે આનંદની ક્ષણો માણી શકાય તે માટે ‘ઇંફાાુ જિયિંયિ‘ં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંઢિયા પુલ પર યોજાનાર આ વિશેષ કાર્યક્રમમાં નાગરિકો માટે મનોરંજન, રમતગમત પ્રવૃત્તિઓ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું કરવામાં આવશે. શહેરના વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લઈને લોકો પોતાના પરિવાર સાથે ખુશીની પળો વિતાવી શકે અને જાહેર સ્થળોને સામૂહિક આનંદના કેન્દ્ર તરીકે અનુભવી શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. નવનિર્મિત સાંઢિયા પુલ ખાતે કરવામાં આવેલી ભવ્ય અને આકર્ષક રોશની શહેરવાસીઓને વિકાસનું ઝગમગતું નજરાણું માણવાની અનોખી તક આપશે. આ અવસરે નાગરિકો પ્રકાશથી ઝળહળતા બ્રિજ પર પરિવાર અને મિત્રો સાથે સહેલગાહનો આનંદ માણી શકશે તેમજ શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નજીકથી અનુભવી શકશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓને આ વિશિષ્ટ કાર્યક્રમમાં પરિવારજનો, મિત્રો અને સ્વજનો સાથે ઉપસ્થિત રહી “વિકાસની ઝગમગાટ વચ્ચે ખુશીની પળો” માણવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

Happy Street ખાતે યોજાનાર ગેમ્સ
લીંબુ ચમચી,
રસ્સા ખેંચ,
કોથળા દોડ,
દોરડા કૂદ,
લૂડો,
સાપસીડી,
હોપ્સકોચ,
પઝલ જેવી રમતો,
ડ્રોઈંગ એક્ટિવિટી,
જુમ્બા,
ગરબા,
આકર્ષક લાઈટિંગ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *