લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા સહકારી ક્ષેત્ર મહત્ત્વનું

આર.સી.સી. બેન્ક વાણીયાવાડી રોડ શાખાના ઓડીટોરીયમમા સહકાર સપ્તાહ ની ઉજવણીના ભાગરૂૂપે સહકાર ધ્વજારોહણ કાર્યક્રમ નલીનભાઈ વસા પ્રદેશ ઉપાધ્યક્ષ સહકાર ભારતી ગુજરાતના અધ્યક્ષ સ્થાને યોજાયો. સપ્તરંગી…

આર.સી.સી. બેન્ક વાણીયાવાડી રોડ શાખાના ઓડીટોરીયમમા સહકાર સપ્તાહ ની ઉજવણીના ભાગરૂૂપે સહકાર ધ્વજારોહણ કાર્યક્રમ નલીનભાઈ વસા પ્રદેશ ઉપાધ્યક્ષ સહકાર ભારતી ગુજરાતના અધ્યક્ષ સ્થાને યોજાયો. સપ્તરંગી સહકાર ધ્વજ પુરૂૂષોત્તમભાઈ પીપળીયાના હસ્તે ફરકાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, સીટીઝન બેંકના ચેરમેન હારિતભાઈ વ્યાસ, રાજ બેંકના સીઈઓ જુલીબેન સાવલિયા, વિજય બેંકના ચેરમેન નિકુંજભાઈ ધોળકિયા, ધરતી બેંક ના એમડી રાજુભાઈ ભંડેરી ડો.પ્રકાશભાઈ મોઢા (ચેરમેન માધવ શરાફી સહકારી મંડળી) નાગરિક બેંકના વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલ તથા પરડવા, ડિરેક્ટર વિક્રમસિંહ પરમાર , અશોકભાઈ ડાંગર ભાજપ સહકાર સેલ, સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત હતા. સહકારી ક્ષેત્રના કાયદે આઝમ અને સ્પષ્ટ વક્તા પુરૂૂષોત્તમભાઈ પીપળીયાએ જણાવેલ કે, આજરોજ સહકારીતાનો શ્રેષ્ઠ દિવસ છે રાજકોટની સહકારી બેંકોના બધા જ ચેરમેન એક સાથે એક મંચ ઉપર લાવવાનો સહકાર ભારતી નો આ પ્રયાસ પ્રશસનીય છે વંદનીય છે. રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ઊઠી માત્ર સહકારની સમસ્યાના ઉકેલ માટે સંસ્કારી કાર્યકર્તાઓના નિર્માણનું મહત્વનું કાર્ય સહકાર ભારતી અખિલ ભારતીય ધોરણે કરી રહી છે.

અધ્યક્ષસ્થાનેથી નલિનભાઈ વસાએ પુરુષોત્તમભાઈના સુંદર આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું કે,સામાજિક ઉત્તરદાયિત્વ એટલે દરેક સહકારી કાર્યકર્તાને સવારે ઉઠીને યાદ આવવું જોઈએ કે આજે મેં કેટલા જરુરતમંદ માણસોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવી. ને સારી મંડળી કે સારી બેંકમાંથી ઓછા વ્યાજદર વાળી લોન અપાવી! આજે પણ વ્યાજખોરોના ત્રાસની વાત સાંભળીએ છીએ..

માટે કાર્યકર્તાએ સામાન્ય લોકોને આ અંગે પ્રશિક્ષણ આપવું જોઈએ. સામાન્ય કરતાં વધુ વ્યાજ મેળવવાની ઈચ્છા એ લોભ છે, માટે આવી લાલચમાં ફસાવું ન જોઈએ.એ અંગે કાર્યકર્તાએ સામાન્ય લોકોને પ્રશિક્ષણ આપવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે, વ્યાજ ખાવાનો અધિકાર ફક્ત વૃદ્ધો અને વિધવાઓ સિવાય કોઈને નથી . અને આ વ્યાજ અપાવી દેવાની જવાબદારી સક્ષમ યુવાનોની છે, આપવાની જવાબદારી બેંકોની છે. તાજેતરમાં દિલ્હી ખાતે સંસ્કારિતા મહાકુંભ યોજાઈ ગયો, જેમાં મુખ્ય બે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં સરકાર દ્વારા સહકારી નાણાં સંસ્થાઓનું ટોટલ ડીઝીટલાઈજેશન કરવું અને એ.આઈ.ની મદદ લઈ ડેટા ઓફ પિપલ્સ અને તેમની નાણાકીય સ્થિતિની માહિતી તૈયાર કરવી.

ભારતને પ્રજા પાસે 17 હજાર ટન સોનું છે. આ સોનું મંડળીઓમાં મુકે અને લોકો વિશ્વાસ રાખી ગીરવે રાખી નાણાકીય જરુરિયાત ઓછા વ્યાજે પુરી કરશે અને રાષ્ટ્રીય જી.ડી.પી. વધારશે. કાર્યક્રમમાં અર્બન કોપરેટીવ બેંક ચેરમેનો, ડિરેક્ટર, ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, કર્મચારી સોસાયટીના, સહકારી આગેવાન હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સફળ સંચાલન જયેશભાઈ સંઘાણી કરેલ હતું. સહકાર ભારતીના કાર્યક્રમની આગામી કાર્યક્રમો ની માહિતી અધ્યક્ષ ડો. એન.ડી.શીલુએ આપેલ હતી.સહકાર ગીતનુ ગાન આશિષભાઈ પોપટાણી, આભાર દર્શન નાથાભાઈ ટોળીયા કરેલ હતું.શાંતિ મંત્ર યશભાઈ સોજીત્રાએ કરાવેલ હતુ. સહકારસપ્તાહ-તા.14-11-2025થી તા.20-11-2025ની ભવ્ય ઉજવણી શરૂૂ ધ્વજ રોહન બાદ રાજકોટના જુદા જુદા 4- ઝોનમાં જુદા જુદા વિષયો ઉપર સપ્તાહ દરમિયાન કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એક મહિલા સંમેલન પણ યોજનાર છે. આ ઝોન કાર્યક્રમમાં રાજકોટની તમામ અર્બન કો ઓપરેટિવ બેન્ક, ક્રેડિટ સોસાયટી, હાઉસિંગ સોસાયટી, કર્મચારી સોસાયટી, તેમજ સહકારી આગેવાનો જોડાવાના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *