જામનગરમાં રાંધણ ગેસ રીફીલીંગનું કૌભાંડ, મુદ્દામાલ સાથે શખ્સની ધરપકડ

બાટલા સપ્લાયના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયા છે તેની તપાસ જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલામાં રિફિલિંગ કરી વેચાણ કરવામાં આવતું હોવાનું કારસ્તાન જાહેર…

બાટલા સપ્લાયના નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયા છે તેની તપાસ

જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલામાં રિફિલિંગ કરી વેચાણ કરવામાં આવતું હોવાનું કારસ્તાન જાહેર થયું છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે દરેડ ખાતે તક્ષશિલા મંદિર પાછળ આવેલા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એક શખ્સ જાહેર સ્થળે કોઈપણ પ્રકારની સલામતી વ્યવસ્થા કે મંજૂરી વગર મોટા ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ ટ્રાન્સફર કરતો હોવાનું સામે આવ્યું હતું. ગેસ જેવા જ્વલનશીલ પદાર્થ સાથે બેદરકારીભર્યું કામ કરવામાં આવતું હોવાથી આસપાસના લોકોના જીવને પણ જોખમ ઊભું થયું હતું.

દરોડા દરમિયાન પોલીસે એક ભરેલો મોટો ગેસ સિલિન્ડર, ત્રણ ભરેલા નાના ગેસ બાટલા, ગેસ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતી લોખંડની નોઝલ, પ્લાસ્ટિકની પાઈપ, રેગ્યુલેટર તેમજ ઇલેક્ટ્રોનિક વજન કાંટો સહિતનો અંદાજે રૂૂ. 5,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.નપોલીસ તપાસમાં આરોપી ઇન્દ્રજીતસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ (ઉ.વ. 24), રહે. દરેડ હોવાનું બહાર આવ્યું છે. આરોપી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી તેનું વેચાણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પ્રકારની પ્રવૃત્તિથી કોઈપણ સમયે આગ કે વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાથી પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. સાથે જ આરોપી કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *