ગિરનાર પર્વત પર ભરતવન-સેસાવન પાસે જૈન ધર્મ માટે જગ્યાની ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે. આ મંજૂરી કોણે આપી, કઇ રીતે મેળવી સહિતની બાબતે તપાસ થવી જોઇએ સહિતની બાબતને લઇ ભૂતનાથ મંદિર ખાતે સાધુ-સંતોની બેઠક મળી હતી.
બેઠકમાં ચર્ચા થઇ હતી કે, ગિરનાર જંગલમાં ભરતવન-સેસાવન પાસે જૈન લોકોને 200 વારના પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી છે. એ લોકોનુ કહેવુ છે અમને આ બાબતે મંજૂરી આપવામાં આવી છે.
જે જગ્યાએ લોકોને પહોંચવા માટે પણ વનખાતાની મંજુરી લેવી પડે છે એ જગ્યાએ એકા-એકા ફાળવણી કરી દેતા વિવાદ વકર્યો છે સાથે સાધુ-સંતોમાં રોષ છવાયો છે.
જેને લઇને શુક્રવારના સાંજે ભૂતનાથ મંદિર ખાતે સંતોની બેઠક મળી હતી. જેમાં આ જગ્યાની ફાળવણી કેવી રીતે થઇ, મંજૂરી કોણે આપી. આ યોગ્ય છે કે નહીં સહિતની તમામ બાબતે અધિકારીઓ તપાસ કરે તેવી માંગ છે. બેઠકમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ, સુખરામ બાપુ, મહાદેવગીરી બાપુ સહિતના સંતો, ભાવિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
