રેલ લનગરમાં આવેલા બાલાજી પાર્કમાં રહેતા બાંધકામના ધંધાર્થીએ ધંધામાં ખોટ આવતા ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલ બાલાજી પાર્ક વેકરીયા ચોકમાં રહેતા બાંધકામના ધંધાર્થી વિજયભાઈ બાલુભાઈ મારડીયા (ઉ.વ.55)એ ધંધામાં ખોટ આવતા ફિનાઈલ પી લીધું હતું. વિજયભાઈ મારડિયાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
અન્ય બનાવમાં જુદા જુદા ચાર સ્થળે ચાર મહિલાએ જ્વલનશીલ પ્રવાહી પી લીધાની ચાર ઘટના સામે આવી છે. જેમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં વાલબાઈબેન મોમ ભાઈ માંધા નામની 33 વર્ષની પરિણીતાએ ફિનાઈલ, કાલાવડ રોડ ઉપર આવાસ યોજનાના ક્વોટરમાં રહેતી હેમુબેન પ્રેમજીભાઈ સોની નામની 40 વર્ષની પરિણીતાએ ઘરની ચિંતામાં ઝેરી ટીકડા, જામનગર રોડ ઉપર પરસાણાનગરમાં રહેતી કોમલબેન નિલેશભાઈ રાઠોડ નામની 33 વર્ષની પરિણીતાએ ફિનાઈલ તેમજ જીવરાજપાર્ક પાસે આવેલ લખમણ ટાઉનશીપમાં રહેતા હર્ષાબેન ચંદુભાઈ ભોજવાણી નામના 51 વર્ષના પ્રોઢાએ બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. જ્વલનશીલ પ્રવાહી પી લેનાર ચારેય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
