ઠાકોર સમાજનું બંધારણ: વરઘોડો-ડીજે-ફટાકડા બંધ, કરિયાવર 1.1 લાખ

ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર, વરઘોડા પ્રથા પણ બંધ, કસુંબા-બીડી-સિગારેટની જગ્યાએ માત્ર ચા-પાણી મરણ કે બેસણામાં જમણવારના બદલે ખીચડી-કઢી જ આપવી, ઓઢણામાં રોકડ કવર પ્રથા…

ભાગીને લગ્ન કરનારનો સામાજિક બહિષ્કાર, વરઘોડા પ્રથા પણ બંધ, કસુંબા-બીડી-સિગારેટની જગ્યાએ માત્ર ચા-પાણી

મરણ કે બેસણામાં જમણવારના બદલે ખીચડી-કઢી જ આપવી, ઓઢણામાં રોકડ કવર પ્રથા પણ બંધ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા સ્થિત વેલનાથ બાપાની જગ્યા ખાતે પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સંમેલનમાં પાટડી, દસાડા, શંખેશ્વર, માંડલ અને બેચરાજી સહિતના વિસ્તારોમાંથી સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ બેઠકમાં સામાજીક સુધારણની ચર્ચા કરાઈ હતી અને બંધારણ ઘડાયું હતું. જેમાં લગ્ન પ્રસંગે વરઘોડા કાઢવા, ઉઉં મ્યુઝિક વગાડવા અને દારૂૂખાનું ફોડવા પર પ્રતિબંધ લગાયો છે. જ્યારે કરિયાવરમાં કોઈપણ અન્ય વ્યવહાર કરવાને બગલે રોકડ ₹1.11 લાખ આપવા નિર્ણય કરાયો છે. તો કોઈપણ સમાજની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરનારનો સામાજીક બહિષ્કાર કરાયો છે. દીકરા-દીકરીના 100% શિક્ષણ પર ભાર અપાયો છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બંધારણને મજબૂત બનાવવાનો અને પ્રવર્તતા કુરિવાજો નાબૂદ કરવાનો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.

મરણ કે બેસણામાં ભોજનમાં માત્ર ખીચડી-કઢી જ કરી શકાશે, અન્ય કોઈ જમણવાર નહીં. સિદ્ધપુર જેવી ધાર્મિક જગ્યાએ પણ લાડુ જેવા જમણવાર પર પ્રતિબંધ છે, ત્યાં માત્ર ચા-પાણીની વ્યવસ્થા રહેશે. મરણ પાછળ દીકરી-જમાઈ કે ભાણેજ દ્વારા લાવવામાં આવતા ‘ઓઢમણા’ બંધ કરી રોકડ કવર આપવાની પ્રથા અમલી બનશે. મરણની તમામ વિધિઓ પાંચ દિવસમાં પૂર્ણ કરવી અને શક્ય હોય તો સમયની બચત માટે ‘ટેલિફોનિક બેસણું’ રાખવું. ફૂલ પધરાવવા કે અન્ય વિધિઓમાં માત્ર નજીકના કુટુંબીજનોએ જ જવું, સગા-વ્હાલાઓને એકત્ર કરવા નહીં.

લગ્નમાં થતા લાખોના ખર્ચને રોકવા માટે કંકોત્રીથી લઈને વિદાય સુધીના ફેરફારો સૂચવવામાં આવ્યા છે. છાપેલી કંકોત્રીઓ બંધ કરી વોટ્સએપ કે ફોન દ્વારા જ આમંત્રણ આપવું. લગ્ન કે વરઘોડામાં ડી.જે. વગાડવા પર અને દારૂૂખાનું ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. વરઘોડા પ્રથા પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રસંગોમાં કસુંબો, બીડી કે સિગારેટ પર પ્રતિબંધ રહેશે, માત્ર ચા-પાણીની વ્યવસ્થા રાખવી. મામેરું અને કરિયાવર: મામેરામાં જાહેરમાં વધુમાં વધુ રૂૂ. 1,11,000 સુધીની જ મર્યાદા રહેશે. કપડાં-વાસણ કે ફર્નિચર આપવાને બદલે દીકરીને રોકડ રકમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.સમાજના આ સુધારેલા બંધારણનું ચુસ્તપણે પાલન થાય તે માટે સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેને 51,000નો દંડ કરવામાં આવશે. આ દંડની રકમ સ્થાનિક શૈક્ષણિક સંસ્થામાં દાન તરીકે આપવાની રહેશે. બીજી તરફ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા જણાવ્યું હતું કે, વાલેવડા પ્રકરણમાં જે નિર્દોષ લોકો સામે ખોટી ફરિયાદો થઈ છે તે તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ. વધુમાં તેમણે આ મામલે દસાડા પીઆઈ (PI)ની તાત્કાલિક બદલી કરવાની માગ પણ મંચ પરથી કરી હતી.

આ સંમેલનમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તેમજ પાટડી-દસાડા વિસ્તારના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સમાજની ઉન્નતિ અને એકતાના સંકલ્પો લેવામાં આવ્યા હતા.

સગાઈ અને અન્ય પ્રસંગોના નિયમો
સગાઈમાં માત્ર 5 થી 25 લોકોએ જ જવું. વર પક્ષ દ્વારા ક્ધયાને મોબાઈલ કે મોંઘા દાગીના આપવા નહીં. જન્મદિવસની ભવ્ય ઉજવણી બંધ કરી સાદગીથી ઉજવવા અને તે રકમનું શિક્ષણ કાર્યમાં દાન આપવું. હોસ્પિટલ કે જાત્રાના ‘બોલામણાં’ ટેલિફોનિક કરવા, રૂૂબરૂૂ જઈને ખોટા ખર્ચ કરવા નહીં. મૈત્રી કરાર અથવા ભાગીને લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *