જામનગરના 1.37 કરોડના દારૂ પ્રકરણમાં કોન્સ્ટેબલ સસ્પેન્ડ

રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાયે બુટલેગર સાથે સંપર્કના આરોપમાં જામનગરના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. તેમનું મુખ્ય મથક રાજકોટ ગ્રામ્ય નક્કી કરાયું…

રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાયે બુટલેગર સાથે સંપર્કના આરોપમાં જામનગરના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. તેમનું મુખ્ય મથક રાજકોટ ગ્રામ્ય નક્કી કરાયું છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ની ટીમે 4 ઓક્ટોબર, 2026ના રોજ જામનગરના પંચકોશી-બી ડિવિઝનના નાઘેડી ગામના GIDC વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે રૂૂ. 37.21 લાખની ઇંગ્લિશ દારૂૂની 10,409 બોટલો સહિત કુલ રૂૂ. 1,37,58,491નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડિયા અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. તપાસમાં સામે આવ્યું કે ક્રિપાલસિંહ જાડેજાના ફોન પર મુખ્ય આરોપી રામ મોઢવાડિયાના ગામના વિસ્તારમાંથી ઘણી બધી વખત ફોન કોલ આવ્યા હતા. તેમજ રામ મોઢવાડિયાની માતાના નામે નોંધાયેલા સિમકાર્ડ પરથી ક્રિપાલસિંહ જાડેજાને કોલ આવ્યો હતો. એ સમયે ક્રિપાલસિંહ જાડેજાનું લોકેશન જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં હતું. કોલના થોડી જ મિનિટમાં તેમનું લોકેશન નાઘેડી ગામમાં નોંધાયું હતું.

દરોડાની રાત્રે ક્રિપાલસિંહ જાડેજાનું ટાવર લોકેશન નાઘેડીમાં હતું. આ દરમિયાન તેમના નંબર પરથી વોટ્સએપ અને કેટલાક ફેસબુક કોલ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ક્રિપાલસિંહ જાડેજા તત્કાલીન LCBમાં કર્મચારી હતા. બુટલેગરની ગેરકાયદે પ્રવૃત્તિ પર નજર રાખવાને બદલે તેની સાથે મેળાપીપણું રાખતા હોવાની પ્રાથમિક માહિતીના આધારે DIG નિર્લિપ્ત રાયે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે તપાસ ચાલુ છે. આ સમગ્ર પ્રકરણમાં DIG નિર્લિપ્ત રાય દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં અન્ય સંડોવાયેલા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કડક પગલા લેવાય તેવી પ્રબળ શકયતા લાગી રહી છે. બીજી તરફ સમગ્ર પ્રકરણથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *