કોંગ્રેસના મહિલા કોર્પોરેટર બનાવટી દસ્તાવેજથી ચૂંટણી જીત્યાની ફરિયાદ

શહેરના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) મુશ્કેલીમાં મુકાયા છે. તેમની વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઉભા કરી સત્તાધિકારીઓ અને જનતા સાથે છેતરપિંડી કરવા બદલ…

શહેરના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) મુશ્કેલીમાં મુકાયા છે. તેમની વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઉભા કરી સત્તાધિકારીઓ અને જનતા સાથે છેતરપિંડી કરવા બદલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કૃષ્ણનગર વિદ્યાવિહાર શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ પોલીસનો સંપર્ક કર્યો. ફરિયાદ મુજબ, કલ્પનાબેને જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે કર્યો હતો, તે બનાવટી છે. શાળાના રેકોર્ડમાં આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કલ્પનાબેન કુબેરનગર વોર્ડમાંથી ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા છે. જોકે, હવે આક્ષેપ થઈ રહ્યો છે કે તેમણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા શૈક્ષણિક દસ્તાવેજો ખોટા હતા. જો આ આક્ષેપો સાબિત થાય, તો તેમનું કોર્પોરેટર પદ પણ જોખમમાં મુકાઈ શકે છે.કૃષ્ણનગર પોલીસે મેનેજિંગ ટ્રસ્ટીની ફરિયાદના આધારે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ સર્ટિફિકેટ ક્યાંથી અને કોની મદદથી બનાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ મામલે કોર્પોરેટરની પૂછપરછ પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *