રાજકોટમાં કાલથી વોટ ચોર, ગાદી છોડ મુદ્દે કોંગ્રેસ દ્વારા સહી અભિયાનનો પ્રારંભ

જનનાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે…

જનનાયક રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે ઉજાગર કરી છે અને વોટ ચોરીને અટકાવવા ના ઉદેશથી એઆઈસીસીની સૂચના અનુસાર ગુજરાત ભરમાં તારીખ 3 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સહી ઝુંબેશ ખરા અર્થમાં લોકતંત્રને બચાવવાની ઝુંબેશ છે આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને કાર્યકર્તાઓ શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો આ વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશમાં ખૂબ જ સક્રિય રૂૂપે જોડાઈને વોટ ચોરીને ખુલ્લી પાડશે તો તાજેતરમાં આ અંગે રાજકોટ શહેરના કોંગ્રેસના આગેવાનોની બેઠક પણ યોજવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર ચૂંટણી પંચની કામગીરીને ઉઘાડી પાડવામાં આવશે અને જે કાંઈ ડમી નામો અને ભાજપના કહેવાતા આગેવાનોના ભ્રષ્ટાચારોને ઉજાગર કરવામાં આવશે અને આ અંગે તારીખ 3 થી 10 થી ઓક્ટોબર સુધી શહેર અને જિલ્લામાં વોટ ચોર અંગેનો સર્વે હાથ ધરવામાં આવશે અને જે કાંઈ ખોટા નામો છે એ બાબતે તંત્રની પોલ ઉઘાડી પાડવામાં આવશે આ અંગે રાજકોટ શહેરમાં સૌથી વધુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓની એક ટીમ ડોર ટુ ડોર સર્વે કરશે અને જે કાંઈ ચૂંટણીમાં ગેરરીતી કે ભ્રષ્ટાચાર કરી ખોટા નામો ઉમેરી દેવામાં આવ્યા છે તે અંગે કામગીરી કરવામાં આવશે અને આ અંગેના તમામ મુદ્દાઓને આવરી લઈ મિટિંગો ચાલુ છે અને વોટ ચોર ગાદી છોડના મુદ્દે સહી ઝુંબેશ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વોર્ડ નંબર 1 થી 18 ના તમામ વોર્ડ અને શેરી ગલીમાં પણ આ અંગે સહી ઝુંબેશ અંગેની નોંધ કરવામાં આવશે. તેમ પત્રકાર પરિષદમાં રાજદીપસિંહજી જાડેજા, પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ અને હિતેશભાઈ વોરા, પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *