મનપા વાતોના વડા બંધ કરી કામ કરે : કોંગ્રેસ

કોર્પોરેશન કામગીરી કરી શકે તેમ ન હોય તો કોંગ્રેસની ટીમ કાર્યવાહી હાથ ધરશે તેમ કહી મ્યુ. કમિશનરને રજૂઆત શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કમિશનરને રજૂઆત કરી…

કોર્પોરેશન કામગીરી કરી શકે તેમ ન હોય તો કોંગ્રેસની ટીમ કાર્યવાહી હાથ ધરશે તેમ કહી મ્યુ. કમિશનરને રજૂઆત

શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કમિશનરને રજૂઆત કરી કોર્પોરેશનમાં મિટીંગોના નામે વાતોના વડા બંધ કરી શહેરમાં તત્કાલ પ્રિમોન્સુન કામગીરી શરૂૂ કરાવો તેમજ જો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રિ-મોન્સુન કામગીરી કરી શકે તેમ ન હોય તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને મ્યુનિ.વિપક્ષી નેતા વશરામ સાગઠિયાની આગેવાનીમાં કોંગ્રેસના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો પ્રિ-મોન્સુન કામગીરી શરૂૂ કરશે તેમ કહી 21 મુદ્દાઓ રજૂ કર્યા હતાં.

રાજમાર્ગો અને રહેણાંક સોસાયટીઓના રસ્તાના તમામ ખાડા તત્કાલ રિપેર કરો, ડીઆઈ પાઇપલાઇન નેટવર્કનું કામ પૂર્ણ થયું હોય યોગ્ય રીતે પુરાણ કરી ડામર કરો, ડ્રેનેજ ગટરના તમામ ઢાંકણાનું ચેકીંગ કરો, જરૂૂર પડે ત્યાં રિપેર કરો અથવા બદલાવી નવા મૂકો, ડ્રેનેજ લાઇનની સફાઇ કરાવો, સ્ટ્રીટલાઇટોની વોર્ડ વાઇઝ ફેરણી કરાવો, ચોમાસામાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને કારણે ગંભીર અકસ્માતો થાય છે, નવરીધૂપ બેઠેલી ગાર્ડન શાખા પાસે સ્ટ્રીટ લાઈટોના પ્રકાશને અવરોધતા વૃક્ષોના ડાળખાં પાંદડા દૂર કરાવો, ચોમાસા પૂર્વે વોંકળા સફાઇ કરો, આજી નદીમાં તેમજ રામનાથ મહાદેવ મંદિર પાસે સઘન સફાઇ કરો, ભયગ્રસ્ત મિલકતોનો સર્વે કરી નોટિસો આપો, મોન્સુન કંટ્રોલ રૂૂમના નંબર જાહેર કરો, ચોમાસામાં વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદો ક્યાં કરવી ? તેના ટેલિફોન નંબર જાહેર કરો, ચોમાસામાં ટ્રાફિક સિગ્નલ વારંવાર બંધ થઇ જતા હોય તમામ સિગ્નલનું મેન્ટેનન્સ અને રિપેરિંગ કરાવો , ડામરકામ વહેલું પૂર્ણ કરવા આદેશ કરો, રોડની બન્ને બાજુના સ્લોપ (ઢાળ) યોગ્ય છે કે નહીં તેનું ચેકિંગ કરાવો જેથી ચોમાસામાં રોડ ઉપર વરસાદી પાણી ન ભરાય, ભારે વરસાદ વખતે ફાયર સ્ટેશનોના ફોન ઠપ્પ થઇ જાય છે, આવું ન થાય માટે દરેક સ્ટેશનમાં એકથી વધુ લેન્ડલાઇન ટેલિફોન નંબર ફાળવો અને તે નંબરો જાહેર કરો, ફ્ક્ત ફાયર બ્રિગેડ જ નહીં તમામ બ્રાન્ચના શાખા અધિકારીઓ પાસેથી પ્રિ મોન્સુન કામગીરીનો વોર્ડ વાઇઝ અહેવાલ માંગો, યોગ્ય કામગીરી કરી ન હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરો, ચોમાસામાં વરસાદ હોય ત્યારે દર કલાકે વરસાદની વિગતો તેમજ આજી-1 અને ન્યારી-1 ડેમની સ્થિતિની લેટેસ્ટ વિગતો નાગરિકો જોગ જાહેર કરવાની વ્યવસ્થા કરો., ચોમાસામાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ છલકાવાની, ચોક અપ-જામ થવાની, ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણી સાથે ભળી જવાની આવે છે., ખાસ કરીને આ ફરિયાદો દિવસો સુધી ઉકેલાતી નથી, ફરિયાદ કેન્દ્રોના ફોન કોઈ ઉપાડતું નથી, કોન્ટ્રાકટર નો સ્ટાફ ફરિયાદ ઉકેલવાના પૈસા પેટે રૂૂ.100થી 500 જેવી રકમ પણ વસુલે છે. આવું ન થાય તે માટે જરૂૂરી કાર્યવાહી કરો સહિતના સુચનો કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *