વિરોધ પક્ષ કાર્યાલયે કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પક્ષના કાર્યાલય પાસે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો અને કોર્પોરેટર વગેરેએ નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું,…

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પક્ષના કાર્યાલય પાસે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો અને કોર્પોરેટર વગેરેએ નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને ભાજપના રાજમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે જાહેરમાં હવન કરીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આહુતી આપી હતી.જોકે ત્યારબાદ પોલીસ ટુકડી દોડી ગઈ હતી, અને તમામને વિખુટા પાડ્યા હતા.

જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દીગુભા જાડેજા, તેમજ વિરોધ પક્ષના નેતા ધવલ નંદાની રાહબરી હેઠળ કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનર પોસ્ટર સાથે જોડાયા હતા, અને ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં ફુલ્યો ફાલ્યો છે. પકચરા ઉપાડવામાં ભાજપનો ભ્રષ્ટાચારથ, પભૂગર્ભમાં ભાજપ તારો ભ્રષ્ટાચારથ, પટેન્ડર પ્રક્રિયામાં ભાજપનું ઇલુ ઇલુથ સહિતના અલગ અલગ પોસ્ટરો દર્શાવીને વિરોધ કર્યો હતો. ત્યારબાદ વિરોધ પક્ષના કાર્યાલય ની બહાર ની લોબીમાં તમામ કોંગી કાર્યકરો બેસી ગયા હતા, અને હવન કરીને ભ્રષ્ટાચાર નાબુદી માટેની આહુતિ આપી હતી. જોકે આ સમયે સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો, અને તમામ કોંગી કાર્યકરોને ત્યાંથી દૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *