ગુજરાતમા અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા સેન્સ-પ્રક્રિયા ચાલી રહી છે. રાજકીય પક્ષોમાં ટિકિટની વહેંચણીનો વિવાદ સામે આવતો હોય છે. જૂનાગઢ મહાનગર પાલિકમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. જૂનાગઢ શહેરના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી.
તેને લઈને આજે જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રભારી પુંજા વંશ, અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ સમારોહમાં એક કાર્યકર્તાએ આવીને શહેરના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનોજ જોશી પર પૈસા લઈને ટિકિટ વહેંચણીનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને લઈને કાર્યાલય ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ વિવાદને લઈને જૂનાગઢ પ્રભારી પુંજા વંશે પોતાની પ્રતિક્રિયા આપી છે.
અમે આ કાર્યક્રમની શરૂૂઆત કરી એ પહેલા જ ભાજપમાંથી મોકલવામાં આવ્યા હોય અને કોંગ્રેસનો કાર્યક્રમ ડિસ્ટર્બ થાય તેવુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જે ભાઈએ હોબાળો મચાવ્યો તેને અમે કોઈ ઓળખતા પણ નથી. હોબાળો કરનાર વ્યક્તિએ મીડિયા સમક્ષ , રજૂઆત કરી,તે વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર્તા હોય, કોંગ્રેસ સાથે જોડાયેલો હોય તો ટિકિટ માટે પક્ષમાં રજૂઆત કરી શકે છે. બધા લોકોએ જોયું છે અને, બધા લોકો કહી રહ્યા છે કે આ કોંગ્રેસનો કાર્યકર્તા નથી અને કોંગ્રેસનો કાર્યક્રમ બગાડવા માટે જ આવ્યો છે. ભાજપમાં અત્યારે આંતરિક ખેંચતાણ અને વિખવાદ ચાલી રહ્યો છે. માટે ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટી ને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી છે. કોંગ્રેસ મક્ક્મતાથી લોકો વચ્ચે જશે, અને આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતશે.