બધાઇ હો બધાઇ: એમ્બ્યુલન્સમાં જ માતાએ 3 બાળકોને જન્મ આપ્યો

શનિવારની રાત્રે મોરબી જિલ્લાના ટંકારા નજીક હોસ્પિટલ જતાં રસ્તે 108 એમ્બ્યુલન્સ જ અસ્થાયી પ્રસૂતિ ખંડ બની ગઈ. રોહિશાળા ગામની એક ગર્ભવતી મહિલાને ત્રણ બાળકોનો જન્મ…

શનિવારની રાત્રે મોરબી જિલ્લાના ટંકારા નજીક હોસ્પિટલ જતાં રસ્તે 108 એમ્બ્યુલન્સ જ અસ્થાયી પ્રસૂતિ ખંડ બની ગઈ. રોહિશાળા ગામની એક ગર્ભવતી મહિલાને ત્રણ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં જ થયો. એમ્બ્યુલન્સ ડ્રાઇવર સુરેશ અને ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન (ઇએમટી) જિજ્ઞાસા લુહાર મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે આશરે 8:48 વાગ્યે તેમને પ્રસૂતિ પીડા શરૂૂ થઈ. હોસ્પિટલ હજુ દૂર હોવાથી ટીમે તાત્કાલિક પગલાં લીધાં

.ઇએમઆરઆઈ અધિકારીઓએ જણાવ્યું કે ત્રિવિટ બાળકોની ડિલિવરી હોસ્પિટલમાં પણ પડકારરૂૂપ ગણાય છે. છતાં ઇએમટી લુહારે 108 કંટ્રોલ રૂૂમના તબીબી નિષ્ણાતોની મદદથી ચાલતી એમ્બ્યુલન્સમાં જ માતાની સંભાળ લીધી. ત્રણેય બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં જ થયો. ઇએમટી અને કંટ્રોલ રૂૂમના નિષ્ણાતોએ માતા અને નવજાતોની સ્થિતિ પર નજર રાખી અને તેમને સ્થિર કર્યા. ત્યાર બાદ માતા અને ત્રણેય બાળકોને ટંકારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચારેયની તબિયત સ્થિર અને સારી છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.

અત્યંત દુર્લભ અને પડકારજનક Triplets Delivery ને સફળતાપૂર્વક સંભાળવા બદલ EMT જિગ્નાશા લુહાર, પાઇલોટ સુરેશભાઇની કામગીરી ખરેખર પ્રશંસનીય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહીને યોગ્ય નિર્ણય લેવાની તેમની ક્ષમતા, clinical skill અને માતા તથા ત્રણેય નવજાત પ્રત્યેની સંવેદનશીલ કાળજી 108 સેવાની ઉત્તમ કામગીરીનું ગૌરવપૂર્ણ ઉદાહરણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *