બસપોર્ટમાં પ્રાથમિક સુવિધાના અભાવની ગાંધીનગર સુધી ફરિયાદ

રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત 1200 થી વધુ બસોની અવરજવર વચ્ચે 70 હજાર મુસાફરો આવતા જતા રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રે…

રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નિયમિત 1200 થી વધુ બસોની અવરજવર વચ્ચે 70 હજાર મુસાફરો આવતા જતા રહે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર રાત્રે 9:00 થી સવારે 5:00 સુધી એસ.ટી ક્યાં પહોંચી, લોકેશન કેમ જોવું ? કારણકે અહીં છેલ્લા છ માસથી GPS સિસ્ટમ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની લડાઈમાં મુસાફરોનો ખો નીકળે છે. જીપીએસ સિસ્ટમ બંધ કરી દેવામાં આવતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરો નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ બ) તારીખ 7 ફેબ્રુઆરી 2025 સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નંબર 143536 થી ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આ ફરિયાદ તુમારશાહીનો ભોગ બનતા સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામ હરિભાઈ ચગ અંધારામાં છે કે ઊંઘમાં ?

હજુ સુધી જવાબ આપવામાં આવેલ નથી અને સિસ્ટમ શરૂૂ કરવામાં આવી નથી. અમારી જાણ મુજબ ટ્રાફિક કંટ્રોલર દ્વારા પણ સિસ્ટમ શરૂૂ કરવા અંગે એસ.ટીના અધિકારીઓ સમક્ષ અવાર નવાર મૌખિક રજૂઆતો કરવા છતાં એ રજૂઆતનો ઉલાળીયો કરી દેવામાં આવ્યો છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા તારીખ 10/02/2025 આ અંગે રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, એસ.ટીના એમ.ડી., રાજકોટના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરી હતી તેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રોજેક્ટ દ્વારા પીપીપી ધોરણે ચાલતા સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ એસ.ટી બસ પોર્ટ માં કોન્ટ્રાક્ટરની દાદાગીરીને કારણે મુસાફરોને અનેક દુવિધાઓ ભોગવવી પડે છે.

છેલ્લા છ માસથી જો સિસ્ટમ બંધ રાખવામાં આવતી હોય તો બસ પોર્ટ ના સીસી ફૂટેજ મેળવી અધિકારી અને કોન્ટ્રાક્ટર ઉપર પેનલ્ટી કરી નિયમ મુજબ કાર્યવાહી કરવી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની વડી કચેરી ના પત્ર ક્રમાંકGSRTC/0206/02/2025 તારીખ 17/02/2025 રાજકોટ વિભાગીય નિયામકને સ્પષ્ટ જણાવેલ છે કે GPS સિસ્ટમ તાત્કાલિક શરૂૂ કરવી અને મુસાફર હિત રક્ષક સમિતિને અને વડી કચેરીને કરેલ કાર્યવાહીની જાણ કરવી. પરંતુ તેમ છતાં વડી કચેરીનો લેખિત આદેશ કચરાપેટીમાં પધરાવી દેવામાં આવ્યો છે. આજની તારીખે પણ રાત્રે 9:00 થી 5:00 GPS સિસ્ટમ બંધ રખાતા મે 2025 ના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા ગાળામાં એસ.ટી ને 35% જેવો તોતિંગ ભાડા વધારો કરવાની મંજૂરી એટલા માટે આપવામાં આવી છે કે મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા મળે અને આ ભાડા વધારાના કારણે એસ.ટી ને અંદાજે વાર્ષિક 1500 કરોડ રૂૂપિયાની માતબાર રકમ થઈ રહી છે. તમામ ટીવી સ્ક્રીનો રાત્રે બંધ કરી દેવામાં આવે છે પ્લેટફોર્મ નંબર 22 પર તો ટીવીની સ્ક્રીનમાં કાચ છે જ નહીં.

પ્લેટફોર્મ નંબર 22, 23 પર સુવિધા નો અભાવ બેસવા માટે વ્યવસ્થા નહીં પંખો પણ નહીં. હાલમાં જેતપુર, ગોંડલ હાઈવે તરફથી આવતી તમામ બસો કલાકો સુધી મોડી આવતી હોય અને ત્યારે રાત્રે સિસ્ટમ બંધ હોય જે પગલે ટ્રાફિક કંટ્રોલર અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બંધ પડેલી સિસ્ટમ ચાલુ કરાવવા સ્મૃતિ પત્ર દ્વારા પુન: આવેદનપત્ર આપવામાં આવેલ છે અને યાદ તાજી કરાવી જવાબદારો સામે દાખલા રૂૂપ કાર્યવાહી કરવા મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *