રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (RTI એક્ટિવિસ્ટ) ની યાદી મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો તારીખ 1 એપ્રિલ 2026 ના રોજ કરવામાં આવતા જ આદર્શ આચાર સંહિતા લાગુ પડી જાય છે. જે પગલે રાજકીય મહાનુભાવોની તસવીરો કોઈ સરકારી કચેરી, બેંકો, રાજ્ય કે કેન્દ્ર ની કોઈપણ કચેરીમાં હોવી ન જોઈએ અને હોય તો એ હટાવી દેવી પડે અથવા તો તે તસ્વીરને ઢાંકી દેવી પડે તે ચૂંટણી પંચનો આદેશ છે.
રાજકોટ શહેરના 80 ફુટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખાના ₹મ્ માં ઙખ ની તસવીરો સ્ક્રિપ્ટમાં આવી રહી છે. જે પગલે આચારસંહિતા અમલમાં આવી ત્યારે બ્રાન્ચ મેનેજરનું ધ્યાન મૌખિક દોરવામાં આવ્યું હતું અને એટીએમ ની અંદર રહેલ વડાપ્રધાન નું પોસ્ટર હટાવવા માટે પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફરિયાદ કરી ગજેન્દ્રસિંહ ઝાલાએ તત્કાલીન સમયે પોલીસ ઇન્સ્પેક્ટરને અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી મોબાઇલ બોલાવ્યા બાદ ઙખ ની તસવીર હટાવવામાં આવી હતી જે પોલીસ કંટ્રોલના રેકોર્ડ પર મૌજુદ છે. તત્કાલીન સમયે એટીએમમાં આવતી તસ્વીર પણ હટાવવા બ્રાન્ચ મેનેજર નું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેમ છતાં યુનિયન બેન્કના એટીએમ માં સ્ક્રીપ્ટમાં વડાપ્રધાનની તસવીરો હટાવવામાં ન આવતા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર રાજકોટને ગત રાત્રે આ બાબતે ટેલીફોનિક ફરિયાદ થી વાકેફ કરવામાં આવ્યા હતા.
અને આજરોજ ₹મ્ માં થી તસવીર ન હટાવવા બદલ અને ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન કરનાર જવાબદાર અધિકારી સામે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર રાજકોટને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અઝખ ના સીસી ફૂટેજ મેળવી વડાપ્રધાન ની તસ્વીર કયા કારણથી હટાવવામાં નથી આવી તેની તપાસ કરી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ અને પોલીસ કમિશનરના જાહેરનામા ના ભંગ બદલ જવાબદાર અધિકારી સામે ગુનો દાખલ કરવા આધાર પુરાવા સાથે લેખિત ફરિયાદ કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે.
