સુરજકરાડીનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા વીરાભાઈ વજશીભાઈ બંધીયા નામના 50 વર્ષના યુવાને અગાઉ કરેલી અરજી બાબતનું મનદુ:ખ રાખી અને આ જ ગામે રહેતા ખીમા કાનાભાઈ ડેર અને રમેશ ખીમાભાઈ ડેર નામના બે શખ્સોએ ફડાકા ઝીંકીને કાનનો પડદો તોડી નાખ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ સંદર્ભે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
દારૂ
ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝાના માર્ગદર્શન હેઠળ મીઠાપુર પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રહેતા જીગર સાગરભાઈ પંડ્યા નામના 25 વર્ષના શખ્સને પોલીસે મોડી રાત્રીના સમયે રૂૂ. 9475 ની કિંમતની વિદેશી દારૂૂની નાની-મોટી 27 બોટલ સાથે ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જાહેરનામુ
કલ્યાણપુર તાલુકામાં રહેતા કરસન રામશીભાઈ બેલાએ પોતાની વાડીમાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખીને આ અંગેની જાણ સંબંધિત પોલીસને ન કરતા તેની સામે કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
