ઉપલેટામાં જલારામબાપા વિશે બફાટ કરનાર સ્વામી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું

ગત રોજ સુરતના આમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી જલારામ બાપા વિશે વિવાસ્પદ ટિપ્પણી કરેલ હોય અને…

ગત રોજ સુરતના આમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી જલારામ બાપા વિશે વિવાસ્પદ ટિપ્પણી કરેલ હોય અને આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પુજય જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું હિન કૃત્ય કરેલ હોય તેમજ આ બાદ સમાજમાં ઠેર-ઠેર આ વિરોધ ઉભો થયેલ હોય તેમજ સમસ્ત વિરપુર (જલારામ) ગામ સદંતર બંધ પાડવામાં આવેલ છે અને આવી ટીપ્પણી કરનાર બની બેઠેલ ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાનપ્રકાશ સ્વામી વિરૂૂધ્ધ કાયદેસરના પગલા ભરવા માંગણી કરાતી હોય.

આજદિન સુધી આવી કોઈ પણ કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી.અગાઉ પણ આવા બની બેઠેલા અને જ્ઞાનના અભાવ વાળા કહેવાતા સ્વામિએ સનાતન હિન્દુ ધર્મના દેવ-દેવીઓ વિરૂૂધ્ધ વિવાસ્પદ ટિપ્પણી કરેલ હોય જેથી ભવિષ્યમાં પણ આવા બની બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈને લોકોને ગેરકાર્ગે ના દોરે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી દુભાય તેવા બફાટ ના કરે તે માટે અમારી આપને અરજ છે કે સરકાર મારફત સુરતના આમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી વિરૂૂધ્ધ લોહાણા મહાજનની લાગણી દુભાવવા તેમજ જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવા સહિતની કલમો ઉમેરી ગુન્હો દાખલ કરવા/કરાવવા અરજ છે તેઓ ઉપલેટા લોહાણા સમાજના પ્રમુખની યાદીમાં જણાવી ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને પત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપલેટા લોહાણા સમાજના ભાઈઓ, બહેનો, હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મામલતદાર કચેરીએ આવી આવેદનપત્ર આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *