ગોંડલ ખાતે ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલને આમંત્રણ આપવા બદલ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાએ ખોડલધામનાં રાજુભાઈ સોજીત્રાને ધમકી આપતી અને સમાજમાં વૈમેનસ્ય ફેલાવતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હોય જે મામલે રાજુ સખીયા સામે જેતપુરના વેપારી અને ખોડલધામના સભ્યએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાજુ સખીયાની ધરપક માટે તજવીજ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરમાં દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે નંદનવન સોસાયટી પાસે રહેતા વેપારી ઘનશ્યામભાઈ વિનોદભાઈ સોરઠીયાએ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગોંડલના રજુ લાલજીભાઈ સખીયાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘનશ્યામભાઈ વિનોદભાઈ સોરઠીયા પોતે લેઉવાપટેલ સમાજના હોય અને ક્ષત્રીય સમાજ તથા અન્ય સમાજના લોકો સાથે પારીવારીક તથા ભાઈચારા થી રહેતા હોય ત્યારે થોડા સમય પહેલા ખોડલધામ ખાતે સ્નેહમીલન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમા મહેમાન તરીકે જયોતીરાદિત્યસિંહ જાડેજા (ગણેશ ગોડલ)ને આમંત્રણ આપતા તે કાર્યક્રમ પધારેલ હતા અને અન્ય મહેમાનો પણ પધારેલ હતા.
આ કાર્યક્રમ બાદ સોશીયલ મીડીયામાં એક ઓડીયો કલીપ વાયરલ થય હતી જેમા ખોડલધામ સમીતીના આગેવાન રાજુભાઈ સોજીત્રા તથા રાજુભાઈ સખીયાની વાતચીત થયેલ હતી. જેમાં આરોપી રાજુભાઈ સખીયા દ્રારા રાજુભાઈ સોજીત્રાને કહેલ કે ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોડલને કેમ બોલાવ્યા, લેવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલ ને કેમ બોલાવો છો હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોડલ કે ક્ષત્રીય સમાજના કે અન્ય કોઈ સમાજના લોકોને બોલાવશો તો પોતે અથવા અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહી થવા દઇએ અને જરૂૂર પડયે હિંસા પણ કરીશુ આવુ ભડકાવ, આપત્તીજનક, તથા લેઉવાપટેલ સમાજ તથા ક્ષત્રીય સમાજ બન્ને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણી જનક વિધાનો કરી ધમકી આપી હોય જેનાથી કોઈ ટોળા કે સમુહને હિંસા કરવા ઉત્તેજન મળે તેવા વિધાનો ઓડયો કલીપમાં ખોડલધામ સમીતીના આગેવાન રાજુભાઈ સોજીત્રાને ઉચ્ચારેલ હતા.
લેઉવાપટેલ સમાજ તથા ક્ષત્રીય સમાજમાં ઉશ્કેરણી જનક તથા ભડકાઉ ભાષણો કરી આ ઓડિયો ઉશ્કેરણી જનક કે વાંધાજનક બાબત સોશીયલ મીડીયા અને અન્ય પ્લેટફો ર્મના માઘ્યમથી ફેલાવી રાજુ સખીયાએ બન્ને સમાજમાં વૈમેનસ્ય ફેલાવેલ હોય તેમજ ભુતકાળમાં પણ રાજુભાઈ સખીયાએ આવા પ્રકારના ભડકાઉ તથા ઉશ્કેરણી જનક વિધાનો ઉચ્ચારેલ હતા. લેઉવાપટેલ સમાજ તથા ક્ષત્રીય સમાજની લાગણી દુભાય તે રીતે વાતચીત કરવા બદલ તેમજ અભદ્ર ટીપણી કરવા બદલ ફરીયાદ કરી હતી. આ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે,જો આ અનુસંધાને આરોપી વિરૂૂધ્ધ કોઈ કાનુની કાર્યવાહી કરવામાં ન આવે તો આરોપી ભવિષ્યમાં 5ણ વધુને વધુ આવા ભડકાવ ભાષણ આપીને બન્ને સમાજ અથવા કોઈ ચોકકસ સમાજને ટારગેટ કરીને બન્ને સમાજમાં ઉશ્કેરાટ કરાવીને દુશ્મનાવટ ઉત્પન થાય તેવુ કૃત્ય કરે તેવી પુરે પુરી દેહશત છે.પોલીસે રાજુ સખીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.
