મોરબીના રંગપરમાં પરિણીતાને મરવા મજબૂર કરનાર સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતાએ સાસરિયા પક્ષના શારીરિક-માનસિક ત્રાસ અને મેણાટોણાથી કંટાળીને પોતાના ઘરે એસિડ પી લેતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.મૃતકના ભાઈએ…

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી પરિણીતાએ સાસરિયા પક્ષના શારીરિક-માનસિક ત્રાસ અને મેણાટોણાથી કંટાળીને પોતાના ઘરે એસિડ પી લેતા પરિણીતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.મૃતકના ભાઈએ દારૂૂડિયા પતિ, દિયર અને ઉશ્કેરણી કરતી નણંદ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના ચૂર ગામના વતની અને હાલ રાજકોટ રહેતા અને ખાનગી નોકરી કરતા શક્તિસિંહ બચુભા જાડેજા (ઉ.વ.22) એ આરોપી હર્ષાબા ઝાલા રહે. સુરેન્દ્રનગર, પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા રાજદિપસિહ ઘનશ્યામસિંહ ઝાલા રહે. બંને રંગપર તા. મોરબીવાળા વિરૂૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બહેન ભક્તિબાને તેના નણંદ આરોપી હર્ષાબા ઝાલા રહે.સુરેન્દ્રનગર તથા આરોપી તેના પતી રાજદિપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા તથા તેના દિયર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ લગ્ન બાદથી તે મરણ ગયેલ ત્યા સુધી તેને શારીરીક, માનસીક ત્રાસ આપી અને આરોપી નણંદ હર્ષાબાની ચડામણીથી આરોપી તેના પતિ તથા દિયર દ્વારા દારૂૂ પીને અસહ્ય મારકુટ કરી ત્રાસ ગુજારી જે ત્રાસના કારણે અવાર નવાર ફરીયાદિના બહેનને ઘરથી બહાર કાઢી મુકી અને છેલ્લે ભક્તિબાથી આ ત્રાસ સહન ન થતા તેણે જાતેથી એસીડ પી આપઘાત કરી લિધેલ હોય જે આપઘાતના માટે ત્રણેય આરોપીઓએ એકબી જાની મદદગારીથી દુત્પ્રેરણ કરી મરણજનારને મરવા મજબુર કર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *