કોટડાસાંગાણીના કૃષ્ણમ પાર્ટી પ્લોટમાં મોટા અવાજથી ડીજે વગાડવા બદલ પાર્ટી પ્લોટના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. કોટડાસાંગાણી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ અરવિંદભાઇ વેલજીભાઇ દુમાદીયા અને પ્રવીણભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા દરમ્યાન રાતના 12 વાગ્યે કોટડાસાંગાણી પોલીસ મથકથી એ ટેલીફોન થી વર્ધી આપેલ કે કોટડાસાંગાણી દત મંદીર સામે રોડની બાજુમાં આવેલ કુષ્ણમ પાર્ટી પ્લોટ મા લગ્ન પ્રસંગ હોય અને જોર-જોર થી ડી.જે વગાડવાનો અવાજ કરે છે.
તેવી ફરિયાદ મળતા પોલીસ સ્ટાફ તુરંત જ કુષ્ણમ પાર્ટી પ્લોટ ખાતે પહોચી તપાસ કરતા જતા ઉંચા આવજે ડી.જે વાગતુ હોય જેથી પાર્ટી પ્લોટના માલીક હાજર હોય જેને ડી.જે ઉંચા અવાજે વાગ ડવા અંગેનુ લાયસન્સ હોય તો રજુ કરવાનું કહેતા આવુ કોઇ લાયસન્સ તેની પાસે ન હોવાનું જણાવેલ જેથી કોટડાસાંગાણી દત મંદીર સામે રહેતા કુષ્ણમ પાર્ટી પ્લોટના માલિક અજયભાઇ ઘીરુભાઇ સોજીત્રા સામે કલેકટર રાજકોટ ના જાહેરનામાનો ભંગ કરી ભારતીય ન્યાય સંહિતા(ઇગજ)-2023 ની કલમ-223 મુજ બનો ગુન્હો કરેલ હોય જે ગુનાના કામે બી.એન., એસ.એસ. કલમ-35(3)6 મુજબ ગુનો નોંધી કુષ્ણમ પાર્ટી પ્લોટના માલિક અજયભાઇ ઘીરુભાઇ સોજીત્રાને નોટીસ આપી નોટીસ આપી હતી.
