કોટડાસાંગાણીના નોંધણચોરાના ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે ફરિયાદ

કોટડા સાંગાણી તાલુકાના નોંધણચોરા ગામે રહેતા ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર સામે અરજી બાદ જમીનનો દસ્તાવેજ પરત…

કોટડા સાંગાણી તાલુકાના નોંધણચોરા ગામે રહેતા ખેડૂતની જમીન હડપ કરી લેનાર ગોંડલના વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વ્યાજખોર સામે અરજી બાદ જમીનનો દસ્તાવેજ પરત આપવાની શરતે એલસીબી ઓફિસે સમાધાન થયા છતાં વ્યાજખોરે દસ્તાવેજ પરત નહી આપતા આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. કોટડા સાંગાણી તાલુકાના નોંધણચોરા ગામે રહેતા ખેતીકામ કરતા કેશુભાઈ સભાયા (ઉ.વ. 77) નામના વૃદ્ધ ખેડૂતે ગોંડલ રહેતા અનિરૂૂદ્ધસિંહ મોહનસિંહ જાડેજા વિરુદ્ધ વ્યાજખોરી તેમજ ધમકી આપવા સહિતની ગંભીર કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવેલી વિગતો મુજબ, નોંધણચોરા ગામે કેશુભાઈની 30 વીઘા ખેતીની જમીન આવેલી છે. 2014ના વર્ષમાં તેમને નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં, મુંગાવાવડી ગામે રહેતા મિત્ર વિક્રમસિંહ જાડેજા મારફતે ’ઓમ ફાઇનાન્સ’ નામે પેઢી ધરાવતા આરોપી અનિરૂૂદ્ધસિંહ પાસેથી 4 ટકાના માસિક વ્યાજે રૂૂ. 20 લાખ લીધા હતા. જેના બદલામાં તેઓ દર મહિને રૂૂ. 80 હજાર વ્યાજ પેટે ચૂકવતા હતા અને સિક્યુરિટી પેટે પોતાની જમીનનું સાટાખત કરી આપ્યું હતું. વર્ષ 2015માં આરોપીએ વાડીએ આવી જમીનનો દસ્તાવેજ કરી આપવા દબાણ કર્યું હતું અને અન્યાયી રીતે પતાવી દેવાની ધમકી આપી હતી. નાણાંની વ્યવસ્થા ન હોવાથી કેશુભાઈએ દસ્તાવેજ કરી આપ્યો હતો, પરંતુ જમીનનો પ્રત્યક્ષ કબજો પોતાની પાસે જ રાખ્યો હતો.

વર્ષ 2016માં આરોપીએ ફરી વાડીએ આવી જમીન ખાલી કરી દેવાનું કહી પતાવી દેવાની ધમકી આપી હતી. જમીનનો દસ્તાવેજ માત્ર સિક્યુરિટી પેટે જ કરી આપવામાં આવ્યો હતો તેમ ખેડૂતે કહેતાં આરોપીએ ઉદ્ધત વર્તન શરૂૂ કર્યું હતું. જેથી આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી હતી. વર્ષ 2018માં નાનાવડીયા ગામે કોરોના કાળ દરમિયાન સમાધાન માટે બંને પક્ષો વચ્ચે મિટિંગ યોજાઈ હતી. જેમાં ખેડૂતના ભત્રીજા દિવ્યેશે કરેલા વીડિયો રેકોર્ડિંગમાં આરોપીએ રૂૂ. 26.50 લાખ મેળવ્યા હોવાની વાત સ્વીકારી હતી.

વારંવારની રજૂઆતો બાદ આખરે એસપીને અરજી કરાતાં એલસીબી દ્વારા બંને પક્ષોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં નક્કી થયા મુજબ, કુલ રૂૂ. 50 લાખમાંથી રૂૂ. 26.50 લાખ ચૂકવાઈ ગયા હોવાથી બાકીના રૂૂ. 23.50 લાખ આપવાનું લખાણ થયું હતું, જેમાં આરોપીના પુત્ર શક્તિસિંહે પણ સહી કરી હતી. આમ છતાં, પાછળથી દસ્તાવેજ પરત ન આપીને પુત્ર દ્વારા દસ્તાવેજ કરી આપવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી હતી. બાદમાં જમીનના 7/12ના ઉતારા તપાસતા આરોપીએ પોતાના પુત્ર અને પત્નીના નામે ગેરકાયદે વારસાઈ નોંધ પણ કરાવી લીધી હોવાનું સામે આવતાં ખેડૂતે આખરે ગુનો દાખલ કરાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *