વેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદ

કઠોળનો ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટ કરવાનો હોવાથી સીએને લોન કરવા માટેનું કહેતા ઠગાઈ કરી કોઠારીયા રોડ પર વિનોદનગર મેઈન રોડ પર રહેતા મહાવીર ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર…

કઠોળનો ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટ કરવાનો હોવાથી સીએને લોન કરવા માટેનું કહેતા ઠગાઈ કરી

કોઠારીયા રોડ પર વિનોદનગર મેઈન રોડ પર રહેતા મહાવીર ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર નીતિનભાઈ વલ્લભભાઈ સાવલિયા (ઉ.વ.42)ના અગાઉ લીધેલા સહીવાળા કોરા કાગળોમાં બોગસ લખાણ કરી તેની પેઢીનો સ્ટેમ્પ મારી બોગસ લેટર બનાવી તેના ઉપયોગ કરી સીએ જતીન નરેન્દ્રભાઈ જાજલ (રહે. શ્રેયસ સોસાયટી શેરી નં. 4, રેસકોર્સ રિંગ રોડ)એ લોનના 57 લાખ ઓળવી લીધાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે જણાવ્યું કે અગાઉ પારસી,અગિયારી ચોક નજીક જૂની સ્ટાર પ્લાઝા કોમ્પલેક્સમાં અને હાલ રેસકોર્સ પર પ્રાઇડ એમ્પાઇયરમાં ઓફિસ ધરાવતો જતીન જાજલ વેપારી નીતિનભાઈ, તેના પરિવારજનો અને કંપનીના આઈટી રિટર્ન કરવાનું કામ કરતા હતા. તે પોતાની પેઢીના સ્ટેમ્પ, લેટરપેડ, પરિવારના પાનકાર્ડ, આધારકાર્ડ વગેરે આરોપીને ઓફિસે રાખતા હતાં.

2020ના એન્ડમાં નીતિનભાઈને કઠોળનો ઓટોમેટીક ક્લોનીંગ પ્રોસેસીંગ પ્લાન્ટ કરવાનો હોવાથી આરોપીને લાન માટે વાત કરી હતી. જેથી આરોપીએ પ્રપોઝલ તૈયાર કરી હાર્દિક ઈન્ડસ્ટ્રીઝના માલિક નીલેશભાઈ પાસેથી રૂૂા. 68 લાખની મશીનરીનું કોટેશન મેળવી બેન્કમાં આપ્યું હતું. જેથી લોન માટે એપ્લાય કરતાં 50 લાખની ટર્મ લોન અને રૂૂા. 20 લાખની સીસી લોનની રકમ કંપનીના એકાઉન્ટમાં જમા થઇ હતી.

બાદમાં પ્લાન્ટનાં રૂૂપિયા હાર્દિક ઇન્ડસ્ટ્રીઝના એકાઉન્ટમાં જમા થયા હતા. જો કે તેમ છતાં મશીનરી નહીં મળતા તેણે આરોપીને મશીનરી અપાવા કે લોન કેન્સલ કરાવવા વાત કરી હતી.આ સમયે આરોપીએ તમારા પત્ની અને સાળા નીલેશભાઈની એકાઉન્ટની જૂની ઇમટેક્સની રૂૂા. 50 લાખની એન્ટ્રી સુલટાવો બાદ મશીનરી અપાવીશ તેમ કહ્યું હતું. જેથી એન્ટ્રી સુલટાવવા ફરી મશીનરી કંપનીના એકાઉન્ટમાંથી તેના ખાતામાં રૂૂા.47.50 લાખ જમા થયા હતા. બાદમાં તેણે તેના પત્નીના એકાઉન્ટમાં 20 લાખ અને સાળાના ખાતાના 16.50 લાખ જમા કરાવ્યા હતા. જે રૂૂપિયા આરોપીના કહેવાથી તેના પરિચિતો અને સંબંધીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં.

ત્યારબાદ તેણે આરોપીને મશીનરી અપાવવાનું કહેતા નહીં અપાવી કેન્સલેશન ઓફ મશીન ઓર્ડર બાબતે તેના નામથી મશીનરી કંપનીને અગાઉ લીધેલા કોરા પેપર પર જાણ બહાર લખાણ કરી લેટર તૈયાર કરી તેના પર પેઢીનો સ્ટેમ્પ લગાડી દીધો હતો. તેમજ આરોપીએ કોરા કાગળમાં લીધેલી સહીવાળા કાગળમાં હાર્દિક ઈન્ડસ્ટ્રીઝના નામનો રૂૂા. 66.64 લાખનો એગ્રીમેન્ટ ફોર પેમેન્ટ રીસીપ્ટ, ક્ધફર્મેશન બાબતે લખાણ કરી સ્ટેમ્પ લગાડી તેના પત્નીના નામે નોટરી લખાણ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *