વસંત વાટિકામાં વેપારી સાથે રૂપિયા 26.63 લાખની છેતરપિંડીની 3 સામે ફરિયાદ

ઉચુ કમિશન આપવાની લાલચમાં પિત્તળનો માલ સામાન મેળવી લઇ નાણાં ચુકવ્યા નહીં જામનગરમાં સાધના કોલોની રોડ પર વસંત વાટિકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિંગ નંબર -1…

ઉચુ કમિશન આપવાની લાલચમાં પિત્તળનો માલ સામાન મેળવી લઇ નાણાં ચુકવ્યા નહીં

જામનગરમાં સાધના કોલોની રોડ પર વસંત વાટિકામાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ વિંગ નંબર -1 માં ફ્લેટ નંબર 103 માં રહેતા એક વેપારી ઊંચા કમિશનના બહાને છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને તેઓએ ત્રણ શખ્સો ને રૂૂપિયા 26.63,634 નું પિતળ આપ્યા પછી નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં વસંત વાટિકામાં રહેતા નિલેશભાઈ કનૈયાલાલ અછડા નામના 41 વર્ષના સિંધી વેપારીએ જામનગરના સત્યપાલ સિંહ જાડેજા, વનરાજસિંહ વાળા, તેમજ મયુરસિંહ નામના ત્રણ શખ્સોને રૂૂપિયા 26,63,634 નો પીતલ નો માલ સામાન આપ્યો હતો, અને ત્રણેય શખ્સો એ કમિશનરની લાલચ આપી પીતળ નો જથ્થો મેળવી લીધા પછી નાણા ચૂકવવા માં ઠાગાઠૈયા કર્યા હતા.

ત્યાર પછી ફરિયાદી યુવાને ત્રણેય આરોપીઓને વારંવાર મેસેજ કરીને રૂૂપિયા આપવાની માંગણી કરી હતી, પરંતુ ત્રણેય આરોપીઓ પૈસા આપવામાં બહાના બતાવી રહ્યા હતા. ત્યારબાદ ફોન ઉપાડવાનું તેમજ મેસેજ નો જવાબ આપવાનું પણ બંધ કર્યું હતું.

જેથી આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ.આર. ડી. ગોહીલે બીએનએસ કલમ 316(2)318(4) અને 61 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *