અકસ્માત કેસમાં મૃતક બે યુવકના વારસદારોનું 88 લાખનું વળતર મંજૂર

અંકલેશ્વર સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ગોંડલ તાલુકાનાં ગુંદાળા ગામના વતની અને ધર્મેશભાઈ પ્રકાશભાઈ સેલડીયા અને વીસાવદર તાલુકાનાં નાની પીંડાખાઈ ગામનાં જયદીપભાઈ કાળુભાઈ ગોધાણી…

અંકલેશ્વર સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ગોંડલ તાલુકાનાં ગુંદાળા ગામના વતની અને ધર્મેશભાઈ પ્રકાશભાઈ સેલડીયા અને વીસાવદર તાલુકાનાં નાની પીંડાખાઈ ગામનાં જયદીપભાઈ કાળુભાઈ ગોધાણી સહિત બન્ને પટેલ યુવાન તા.31/12/2022નાં રોજ વલસાડ ખાતે સગાઈ પ્રસંગ પતાવીને પરત અંકલેશ્વર કારમા આવી રહ્યો હતો ત્યારે કાર ડીવાઈડર કુદાવી સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાતાં ધર્મેશભાઈ પ્રકાશભાઈ સેલડીયા અને જયદીપભાઈ કાળુભાઈ ગોધાણી ગંભીર ઇજા થતા મૃત્યુ થયું હતું. જે અંગે બે કલેઈમ કેસમાં ગુજરનારનાં વારસદારોએ રાજકોટ ટીબ્યુનલમાં તેમના વકીલ રવીન્દુ ડી. ગોહેલ , સંદિપ એમ. રાઠોડ તથા વિવેક ગઢવી ધ્વારા તા.24/01/2023માં દાખલ કરવામાં આવ્યા હતા. ગુજરનાર ધર્મેશભાઈ સેલડીયા તથા જયદીપભાઈ ગોધાણીના કુટુંબનાં અન્ય સભ્યોનું ભરણપોષણ કરતા હતાં.

બન્ને ગુજરનારનાં આવક અંગેનાં આધારો ઈન્કમટેક્ષ રીટર્નો અને પગાર સ્લીપો વકીલ ધ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવેલ અને બન્ને અપરણીત હતા અને તેમનાં કુટુંબનાં એકના એક પુત્ર સંતાન હતા અને તેમનાં ભવિષ્યમાં કમાઈને તેમનાં માતા-પિતાને વૃધ્ધાવસ્થામાં આર્થીક રીતે મદદરૂૂપ થઈ શકે તેમ હતાં. ગુજરનારોનાં એડવોકેટની દલીલમા બન્નેની ભવીષ્યની આવકનો 50% વધારો ગણવો જોઈએ અને તે દલીલ ટ્રીબ્યુનલએ માન્ય રાખી ગુજરનાર ધર્મેશભાઈ સેલડીયાનાં કેસમાં રૂૂા.48 લાખ તથા ગુજરનાર જયદીપભાઈ કાળુભાઈ ગોધાણીનાં કેસમાં રૂૂા. 40 લાખ મળીને બન્ને કલેઈમ કેસોમાં વ્યાજ સહીત રૂૂા.88 લાખ થી વધારે વળતરની રકમ મંજુર કરવામાં આવેલ.

ગુજરનારનાં એડવોકેટો ધ્વારા 2023નાં વર્ષમાં દાખલ કરેલા કલેઈમ કેસો ટુંકા ગાળામાં ચલાવીને ગુજરનારોનાં વારસદારોને મોટી રકમનું વળતર અપાવેલ છે. અરજદાર વતી રાજકોટ કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવીન્દુ ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસીસ્ટન્ટ તરીકે, દિનેશ ડી. ગોહેલ, જતીન પી. ગોહેલ અને જયેશ મકવાણા વગેરે રોકાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *