પોલીસ સ્ટેશનમાં ધમાલ: લોકઅપના ડરે યુવકે દીવાલ સાથે માથું અથડાવ્યું

રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય જયેશ મુકેશભાઈ મકવાણા નામના શખ્સે રાત્રિના સમયે પ્રદ્યુમન નગર (પ્ર.નગર) પોલીસ સ્ટેશન ખાતે અચાનક દીવાલ સાથે માથું પછાડીને પોતે…

રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય જયેશ મુકેશભાઈ મકવાણા નામના શખ્સે રાત્રિના સમયે પ્રદ્યુમન નગર (પ્ર.નગર) પોલીસ સ્ટેશન ખાતે અચાનક દીવાલ સાથે માથું પછાડીને પોતે જ ઈજા પહોંચાડી હતી.માથાના ભાગે ઈજા પહોંચતા આ યુવકને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાવ અંગે પ્ર.નગરના મહિલા પીએસઆઈ કે.કે. ચાવડાના જણાવ્યા મુજબ, જયેશ તેના પાડોશમાં રહેતી એક મહિલાના ઘરની બારી રાત્રિના સમયે ખટખટાવતો હતો. આ હરકતથી પરેશાન થઈને મહિલાએ પોલીસને જાણ કરતા, પોલીસ કાફલો તુરંત પોપટપરા પહોંચ્યો હતો અને જયેશને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યો હતો.

પોલીસ મથકે પહોંચ્યા બાદ પાડોશી મહિલાએ જયેશ વિરુદ્ધ સત્તાવાર અરજી આપી હતી. પાડોશીની અરજીને પગલે પોતે લોકઅપમાં પુરાઈ જશે તેવા ડરથી જયેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઇન્વેસ્ટિગેશન રૂૂમની દીવાલ સાથે પોતાના માથા ભટકાડવાનું શરૂૂ કર્યું હતું. આ ડ્રામા દરમિયાન તેણે રૂૂમમાં રાખેલા કમ્પ્યુટરને પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બનતાની સાથે જ મહિલા પીએસઆઈ કે.કે. ચાવડાએ ત્વરિત માનવતા દાખવીને 108 એમ્બ્યુલન્સને કોલ કરી ઘવાયેલા જયેશને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *