લોકોના પ્રશ્ર્નો અને ફરિયાદો અંગેના રિવ્યુ માટે યોજાયેલ મીટિંગમાં મ્યુનિ. કમિશનર ગેરહાજર રહેતા નગરસેવકો નારાજ થતાં મેયરે આજે સ્પષ્ટતા કરી
ગઈકાલે ઈસ્ટ ઝોન કચેરીએ યોજાયેલ રિવ્યુ મીટિંગમાં પણ મ્યુનિસિપલ કમિશનર હાજર ન રહેતા મેયરે કોર્પોરેટરોને સમજાવી શાંત કર્યા
ચોમાસાની શરૂઆતમાં જ શહેરના રોડ રસ્તાઓ ધોવાઈ જતાં ચારેયકોરથી ફરિયાદોનો ધોધ વહ્યો છે જેની સરકાર સુધી નોંધ લેવાતા લોકોની સમસ્યા ઝડપથી હલ કરી લોકોના પ્રશ્ર્નો અંગે સંકલન સાધી પ્રગતિ હેઠળના કામોની રિવ્યુ મીટીંગ યોજવાના આદેશ થતાં શનિવારે સેન્ટ્રલઝોન કચેરી ખાતે યોજાયેલ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશનર હાજર ન રહેતા કોર્પોરેટરોએ આ મુદ્દે મેયરને ફરિયાદ કરી હતી. તેમજ ગઈકાલની રિવ્યુ મીટીંગમાં પણ મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીની નોંધ લેવાતા અંતે મેયરે સ્પષ્ટતા કરી હતી કે, રિવ્યુ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશનરને હાજર રહેવું ફરજિયાત નથી. પ્રોટોકોલ મુજબ મેયર કમિશનરને હાજર રહેવાના આદેશ ન કરી શકે આથી કોર્પોરેટરોએ નારાજ થવાની જરૂર નથી. તેમની જે કંઈ ફરિયાદો હોય તે મારી સમક્ષ એટલે કે, રિવ્યુ મીટીંગમાં રજૂ કરી શકે છે. તેમ કહી મેયરે ગત રિવ્યુ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશનરની ગેરહાજરીનો ઉદ્ભભવેલ પ્રશ્ર્ન ઉપર પૂર્ણવિરામ મુકી દીધુ હતું.
ત્રણેય ઝોનલ કચેરી ખાતે એક-એક દિવસ તમામ વોર્ડના વિસ્તારોના પ્રશ્ર્નોના સંકલન અને પ્રગતિ હેઠળના કામો અંગે રિવ્યુ મીટીંગ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સેન્ટ્રલઝોન અને ઈસ્ટઝોનના છ-છ વોર્ડની રિવ્યુ મીટીંગ યોજાઈ ગઈ છે. જેમાં કઈકાલે ઈસ્ટઝોન ખાતે યોજાયેલ મીટીંગમાં કોર્પોરેટરો દ્વારા અનેક ફરિયાદો તેમજ પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યા હતાં. આ મિટીંગમાં ઇસ્ટ ઝોન હેઠળના 4, 5,6, 15, 16 અને 18 વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે રીવ્યુ કરવામાં આવેલ. જેમાં સૌ પ્રથમ ઇસ્ટ ઝોનના તમામ વોર્ડના પ્રગતિ હેઠળના કામો અને નવા કામોની વહીવટી પ્રક્રિયા અંગે વોર્ડવાઈઝ રીવ્યુ કરવામાં આવેલ.
મિટીંગમાં કોર્પોરેટર દ્વારા વોર્ડ નં.4માં ટીપરવાનની ઘટ છે ટીપરવાન ફાળવવી, વિસ્તારમાં મોટો વોર્ડ હોઈ તે વોર્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી માટે વોર્ડ કામગીરીનું વિભાજન કરવું, લાતી પ્લોટમાં નિયમિત ટીપરવાન ફાળવવી, વોર્ડમાં બાકી રહેતી તથા નવી સોસાયટીઓમાં ટીપરવાનની વ્યવસ્થા, ડ્રેનેજ ફરિયાદનો નિયમિત નિકાલ કરાવવો, સેટેલાઈટ વિસ્તારમાં ધીમા ફોર્સથી અને ગંદા પાણીની ફરિયાદનો નિકાલ કરવો, વારંવાર ડ્રેનેજ લગત ફરીયાદ આવે છે તેવા વિસ્તારમાં જેટીંગ મશીન મારફત ડ્રેનેજ સફાઈ કરાવવી, વોર્ડ નં.પ માં આવેલ વલ્લભનગર તથા સદગુરૂૂ સોસાયટીમાં પેવીંગ બ્લોકના સૂચવેલ કામ કરવા, નવા રોડ બનેલ હોય તેવા વિસ્તારમાં ડ્રેનેજ હાઉસ ચેમ્બર રોડ લેવલ કરવી, રણછોડવાડી વિસ્તારના વોંકળાની સફાઈ કરાવવી, વોંકળા સફાઈ માટે ગેઇટ બનાવવો, જુના આવાસોના દસ્તાવેજની કામગીરી તાત્કાલિક કરવી, વોર્ડ નં.6ના જનભાગીદારી યોજનાના કામો કરવા, ગંદા પાણીની ફરિયાદ તાત્કાલિક નિકાલ કરવી, વોર્ડ નં.16મા સૂર્યોદય, ન્યુ સાગર, ગોવિંદનગર સોસાયટીમાં ધીમા ફોર્સથી પાણી વિતરણની ફરિયાદ છે જેનો નિકાલ કરવો, કોઠારિયા રિંગ રોડ નેશનલ હાઈવેની ડ્રેનેજ વારંવાર ચોક અપની ફરિયાદ છે જેનો નિકાલ કરવો, નદી વિસ્તારમાં લોકો દ્વારા બાંધકામ વેસ્ટ નાખવામાં આવે છે.
જે પરત્વે ચેકીંગ કરવું, જાહેર રસ્તા ખુલ્લા કરવા, ખોખડદડ નદીમાં બાંધકામ વેસ્ટ નાખવામાં આવે છે, જે પરત્વે ચેકીંગ કરવું, નદી કાંઠે ગેરકાયદેસર બાંધકામ દુર કરવા, કોર્પોરેટરની ગ્રાન્ટના બાકી કામો સત્વરે પૂર્ણ કરાવવા, વોર્ડ નં.15ના પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, વોર્ડ નં.18માં નવા બનેલ રસ્તાઓ પર સેન્ટ્રલ ડિવાઈડરના કામો કરવા, રોલેકસ રોડના બાકી રહેતા કામ અંગે જરૂૂરી કાર્યવાહી કરવી, લાપાસરી બ્રિજની કામગીરી સત્વરે હાથ ધરવી, પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ કરવા, નેશનલ હાઈવે કોઠારીયા ચોકડી ટ્રાફિકની સમસ્યા દુર કરવા સર્કલ બનાવવું, નવા બનેલ રસ્તા પર લાઈટીંગ કામ કરવા વગેરે બાબતોની સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ દ્વારા રજુઆત કરવામાં આવી.
