રેલનગર આવાસ યોજનાના કામની ગુણવત્તા ચકાસતા કમિશનર

શહેરના જી.એસ.આર તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અન્ડર ગ્રાઉન્ડ સંપ પ્રોજેકટની સ્થળ મુલાકાત કરી કાર્ય પ્રગતિની સમિક્ષા કરી આજ રોજ તા. 09/02/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર…

શહેરના જી.એસ.આર તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અન્ડર ગ્રાઉન્ડ સંપ પ્રોજેકટની સ્થળ મુલાકાત કરી કાર્ય પ્રગતિની સમિક્ષા કરી

આજ રોજ તા. 09/02/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ દ્વારા વોર્ડ નં.3માં નવી બની રહેલી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ન્યારા ખાતે બની રહેલ 342.72 લાખ લીટરની ક્ષમતાનો અન્ડરગ્રાઉન્ડ સંપ, પમ્પહાઉસ, તથા વિવિધ પ્રકારનું સિવિલ કામ, ઘંટેશ્વર નજીક બની રહેલા જી.એસ.આર. પ્લાન્ટ સાઈટની પણ મુલાકાત લઇ મ્યુની. કમિશનરએ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. ઉપરોક્ત તમામ પ્રોજેક્ટ્સમાં કાર્યની ગુણવત્તાની ખાસ ચકાસણી કરી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂૂ. 119.05 કરોડના ખર્ચે ટી.પી. 19 (રાજકોટ) એફ.પી. 12/A તથા 12/B પર રેલનગર વિસ્તારમાં EWS- II પ્રકારના 1010 આવાસોની કામગીરી કાર્યરત છે. આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ પ્રકારની બનાવવામાં આવેલ છે. જેમાં આવાસોની આંગણવાડી તેમજ શોપિંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. જેથી નાગરિકોને રોજ-બરોજની જીવન જરૂૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે.

પ્રોજેક્ટ અન્વયે આજ તા. 09/02/2026 ના રોજ કમિશનર દ્વારા સાઈટ વિઝીટ કરવામાં આવેલ. જેમાં તેઓ દ્વારા પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગ, ફલોરિંગ, ડોર, વિન્ડો વિગેરે સુવિધાઓમાં મટીરીયલની ગુણવત્તા તથા ટેન્ડરના નિયમાનુસાર વેન્ડર મુજબ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલ છે તે બાબતે ચકાસણી કરવામાં આવેલ. આ ઉપરાંત તમામ બિલ્ડીંગની ટાઈલ્સ ચોકસાઈપૂર્વક ચેક કરવા સુચના આપવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂૂ.18.16 કરોડના ખર્ચે ન્યારા ગામ ખાતે 342.72 લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ સમ્પ, પમ્પહાઉસ, તથા વિવિધ પ્રકારનું સિવિલ કામ થઇ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂૂ. 31,75 કરોડના ખર્ચે માધાપર વિસ્તારમાં 24.19 એમ.એલ. નો જી.એસ.આર., 3 એમ.એલ. નો ઇ.એસ.આર. પમ્પીંગ સ્ટેશન તથા તેને સંલગ્ન ઈલે.-મિકે. કામ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં માધાપર વિસ્તારમાં 24.19 એમ.એલ. કેપેસીટીનો જી.એસ.આર., પમ્પીંગ સ્ટેશન, 3 એમ.એલ. કેપેસીટીનો ઇ.એસ.આર. તથા તેને લગત તમામ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કામ તથા તેનાં 2 (બે) વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઘ ખ સાથે કરવાના કામ તથા 470 ર.મી. કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ પૂર્ણ થયેથી આશરે 1.50 લાખ લોકોને તેનો લાભ મળશે.

મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓ અને ઇજનેરો પાસેથી પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી વિવિધ બાંધકામ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તથા કામની ગુણવત્તા, સુરક્ષા વ્યવસ્થા અને સમયમર્યાદા અંગે જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પ્રોજેક્ટની પ્રગતિ અંગે બાકી રહેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. સાથે જ તેમણે કામની ગુણવત્તા, સુરક્ષા ધોરણો અને પર્યાવરણને અનુકૂળ વિકાસ ઉપર વિશેષ ધ્યાન રાખવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે સિટી એન્જિનિયરકે.પી.દેથરીયા, સીટી એન્જી.પરેશ અઢિયા, ડેપ્યુટી એન્જિનિયર જયેશભાઈ કુકડિયા સહિતના સંબંધિત અધિકારીઓ તથા પ્રોજેક્ટ સ્ટાફ હાજર રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *