‘ચાલ મારી સાથે ઓરડીમાં’, મરાઠી યુવતીની છેડતી કરી બે શખ્સોએ માર મારી ધમકી આપી

શહેરની ભાગોળે લાપાસરી રોડ વાડી વિસ્તારમાં રહેતી મરાઠી યુવતીનો પીછોકરી બે શખ્સોએ ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહી છેડતી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી…

શહેરની ભાગોળે લાપાસરી રોડ વાડી વિસ્તારમાં રહેતી મરાઠી યુવતીનો પીછોકરી બે શખ્સોએ ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહી છેડતી કરી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ મહારાષ્ટ્રની વતની અને હાલ લાપાસરી રોડ પર વાડીમાં ખેત મજૂરી કરતી 27 વર્ષિય યુવતીએ આજીડેમ પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કમલેશ ઉર્ફે નાયક અને ભાવેશ ઉર્ફે કચ્છોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.27ના રાત્રે 11 વાગ્યાના અરસામાં તેણી લાપાસરી રોડથી ઘર તરફ ચાલીને જતી હતી ત્યારે બાઇક પર બે શખ્સો તેનો પીછો કરતા હોય જેથી તેણી ઝડપી ચાલીને અરોડી નજીક પહોંચતા બંને શખ્સોએ ત્યા આવી ચાલ મારી સાથે ઓરડીમાં તેમ કહ્યું હતુ જેથી યુવતીએ ના પાડતા બંને શખ્સોએ ઢીકા પાટુનો માર માર્યો હતો.

દરમિયાન તેણીએ રાડારાડી કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જેથી આરોપીઓ ‘જો તુ કોઇને આ બનાવ વિશે કઇશ તો તને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી નાશી છૂટયા હતા. બાદમાં તેણીને શરીરે દુખાવો થતો હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગી આજીડેમ પોલીસે બંને શખ્સો સામે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીસ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *