મુંજકામાં કોલેજિયન યુવતીનું ચક્કર આવતા ઢળી પડતાં બેભાન હાલતમાં મોત

શહેરમાં આવેલા મુંજકા ગામે રહેતી કોલેજીયન યુવતી પોતાના ઘરે હતી ત્યારે ચક્કર આવતા બેભાનમાં ઢળી પડી હતી. કોલેજીયન યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી…

શહેરમાં આવેલા મુંજકા ગામે રહેતી કોલેજીયન યુવતી પોતાના ઘરે હતી ત્યારે ચક્કર આવતા બેભાનમાં ઢળી પડી હતી. કોલેજીયન યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુંજકા ગામે આવેલા ટીટોડીયા ક્વાર્ટરમાં રહેતી ધ્રુવિકાબેન પ્રવીણભાઈ ગોંડલીયા નામની 22 વર્ષની કોલેજીયન યુવતી પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધ્રુવીકાબેન ગોંડલીયા બે બહેનમાં મોટી હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી ધ્રુવીકાબેન ગોંડલીયા ઘરે હતી ત્યારે ચક્કર આવતા પડી ગઈ હતી અને ધ્રુવીકાબેને બુમાબૂમ કરતા પાડોશી દોડી આવ્યા હતા અને ધ્રુવીકાબેનના માતા પિતાને જાણ કરી હોસ્પિટલ ખાતે ખસેડી હતી પરંતુ ધ્રુવીકાબેનનો જીવ બચ્યો નહીં હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં સદર વિસ્તારોમાં આવેલા ઠક્કરબાપાનગરમાં રહેતા રાજુભાઈ નાથાભાઈ પરમાર નામના 70 વર્ષના વૃદ્ધ સવારના આઠેક વાગ્યાના અરસામા પારેવડી ચોક પાસે બેઠા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજુભાઈ પરમાર વાલ્મીકિ સમાજના આગેવાન હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *