ચંદ્રેશનગર નજીક મણીનગરમાં ઝેરી ટીકડા ખાઇ લેનાર કોલેજીયન યુવતીનું મોત

શહેરના ચંદ્રેશનગર રોડ પર આવેલા મણીનગરમાં રહેતી 19 વર્ષની કોલેજીયન યુવતિએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘરમાંથી રોકડ રકમ…

શહેરના ચંદ્રેશનગર રોડ પર આવેલા મણીનગરમાં રહેતી 19 વર્ષની કોલેજીયન યુવતિએ ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘરમાંથી રોકડ રકમ ગૂમ થઇ હોઇ આ બાબતે પિતાએ પૃછા કરી હોઇ તેને કારણે માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ચંદ્રેશનગર રોડ પર મણીનગર-2 ખીજડીવાળા રોડ પર રહેતી હેમાંશીબેન સંજયભાઇ ગોહેલ (ઉ.વ.19) નામની યુવતિએ ગઇ તા. 30 ઓગષ્ટના રોજ ઘરે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી ત્યાંથી બીજી એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું ગત મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ ખાનગી હોસ્પિટલ મારફત થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ. એ. વી. ચાવડાએ જરૂૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ ઘરમાંથી પાંચ સાત હજાર રૂૂપિયા ઓછા થઇ ગયા હોઇ આ બાબતે પિતાએ ઘરમાં વાત કરતાં અને પૃછા કરતાં હેમાંશીબેનને માઠુ લાગી જતાં તેણીએ ઝેરી ટીકડીઓ પી લીધી હતી. નવ દિવસની સારવારને અંતે તેણીએ દમ તોડી દીધો હતો. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. સંજયભાઇ ગોહેલ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. યુવાન દિકરીના મૃત્યુથી ગોહેલ પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *