કલેક્ટર સોમનાથને લૂંટી હ્યા છે: પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી

કોડીનારમાં ભાજપની જીત બાદ પૂર્વ સાંસદે રાજકોટ રહેતા ગીર સોમનાથના કલેકટરને આડેહાથ લીધા હતા અને જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ કલેકટર સામે મોરચો માંડ્યો હતો…

કોડીનારમાં ભાજપની જીત બાદ પૂર્વ સાંસદે રાજકોટ રહેતા ગીર સોમનાથના કલેકટરને આડેહાથ લીધા હતા અને જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ કલેકટર સામે મોરચો માંડ્યો હતો અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના ભ્રષ્ટાચાર વિરૂૂધ્ધ મોરચો ખોલીવાની ચીમકી ઉચારી હતી.જેને લઇ પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ આજે રાજકોટ કલેકટરને અને મ્યુનિ. કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના રાજકોટના ન્યારી ડેમ પાસે આવેલ ફાર્મ હાઉસ સહિતની મિલકતોની તપાસ કરવા અને ગેરકાયદેસર જગ્યા હોય તે તોડી પાડવા માંગ કરી હતી.

પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, હજારો વર્ષ પહેલા મહમદ ગઝનવીએ સોમનાથને લૂંટયું હતું અને આજે કલેકટર સોમનાથને લૂંટી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતા ગીર સોમનાથનાં કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થવા પામી હતી. જીત બાદ વિજેતા ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ જાહેર સભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા.તેમજ કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંકતા જાહેરસભામાં સોંપો પડી જવા પામ્યો હતો.

કોડીનારમાં ભાજપનાં ભવ્ય વિજય બાદ પૂર્વ સાંસદ દ્વારા જાહેરસભામાં કલેક્ટરને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. વિજય સરઘસ બાદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા.પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને ખખડાવ્યા અને જાહેરસભામાં કહ્યું હતું કે અમે ભ્રષ્ટ્રાચાર વિરૂૂદ્ધ મોરચો ખોલીશું.

પહેલા મહમદ ગઝનવીએ આપણાં સોમનાથને લૂંટ્યું અને હવે કલેક્ટર લૂંટે છે. કલેકટરનો ઉધડો લેતા સાંસદ દિનુભાઈ સોલંકીએ કહ્યું કે, તારાથી થાય તે કરી લે કલેકટર,મારી પ્રજાને પીડાવા નહીં દઉં.

આજે રાજકોટ કલેકટર સમક્ષ કરેલી ફરિયાદ માં સાંસદ દિનુભાઈ સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ગાઈડ લાઈન મુજબ સમગ્ર દેશમાં અને રાજયમાં સરકારી જમીનો ઉપર અનધિકૃત કબજાઓ બાંધકામો હટાવવામાં આવી રહયા છે અને તેના ભાગરૂૂપે ગુજરાત રાજયના ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજા દ્વારા સમગ્ર જિલ્લામાં મનસ્વી રીતે કાયદાઓનું અર્થઘટન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્વભાવીક પણે નાગરીકો ઉપર અતિરેક થાય ત્યારે પ્રશ્નો પણ ઉભા થતા હોય છે.

ગીર સોમનાથ કલેકટર દિવિજયસિંહ જાડેજા દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલ ન્યારી ડેમના કેચમેન્ટ એરીયા (પ્રતિબંધિત વિસ્તાર) માં તેઓના નામે અથવા તેમના પરીવારના સભ્યોના નામે એક વિશાળ ફાર્મ હાઉસ કે જેનુ નામ આદીનાથ ફાર્મ ના નામથી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે. આ અંગે તાત્કાલીક તપાસ કરી એક દાખલારૂૂપ કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *