ધમલપરમાંથી ઝડપાયેલ 15 હજાર લીટર ડીઝલનો જથ્થો રાજ્યસાત કરવા કલેક્ટરનો હુકમ

રાજકોટ તાલુકાના ધમલપર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના વેચાણ પર લાલ આંખ કરવામાં આવી છે. પ્લોટ નં. 124 પર કાર્યરત ‘વસીલા…

રાજકોટ તાલુકાના ધમલપર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના વેચાણ પર લાલ આંખ કરવામાં આવી છે. પ્લોટ નં. 124 પર કાર્યરત ‘વસીલા પેટ્રોલિયમ’ નામના યુનિટમાં અગાઉ કરાયેલી તપાસના અંતે આજે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

ગત તા. 04/10/2025 ના રોજ રાજકોટ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ધમલપર ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વસીલા પેટ્રોલિયમમાં કોઈપણ અધિકૃત લાયસન્સ કે આધાર વગર શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહીનું ખરીદ-વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તંત્રએ સ્થળ પરથી 15,000 લિટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો સીઝ કર્યો હતો.

કલેક્ટરનો હુકમ આ મામલે માનનીય કલેક્ટર, રાજકોટ સમક્ષ ચાલી ગયેલા કેસમાં તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ, ગઇકાલે તા. 20/01/2026 ના રોજ અંતિમ હુકમ કરવામાં આવ્યો છે. કલેક્ટરે આ 15,000 લિટર જથ્થો 100 ટકા રાજ્યસાત (સરકાર હસ્તક) કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર પેટ્રોલિયમનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટના ધમલપર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નં. 124 પર ઓક્ટોબર માસમાં મામલતદારની ટીમે દરોડા પાડી ’વસીલા પેટ્રોલિયમ’ માંથી 15,000 લિટર શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહી ઝડપી પાડ્યું હતું. આ મામલે રાજકોટ કલેક્ટરે 20 જાન્યુઆરીના રોજ મહત્વનો હુકમ કરી તમામ જથ્થો રાજ્યસાત કરવા આદેશ આપ્યો છે. અનઅધિકૃત ખરીદ-વેચાણ બદલ તંત્ર દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *