રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો યથાવત રહ્યો છે અને આજે શનિવારે પણ 15થી 18 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા બર્ફિલા પવનના કારણે લોકો હાડ થીજાવત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સવારથી જ ઠંડી સુસવાટટ છે અને લોકો મોડે સુધી ઘરોમાં જ ભરાઈ રહ્યા હતાં.
આજે પણ નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે ડિસામાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં તાપમાનમાં થોડો ઘટાડો થતાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે રાજકોટ સહિત અમુક વિસ્તારોમાં કોલ્ડવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં સામાન્ય કરતા તાપમાનમાં 1થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદ-અમરેલી-બરોડા અને દ્વારકામાં 3 ડિગ્રી તાપમાન ઘટ્યું છે જ્યારે નલિયામાં સામાન્યકરતા 4 ડિગ્રી તાપમાન ઘટ્યું છે.
ગુજરાતમાં શિયાળો એકદમ જામી ચૂક્યો છે. બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમ વર્ષાના પગલે ગુજરાતમાં ઠંડી જોરદાર પડી રહી છે. રાજ્યમાં ભારે ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા છે. કડકડતી ઠંડીના કારણે રોજિંદા જનજીવન ઉપર અસર પડી રહી છે. ગુજરાતમાં સરેરાશ 10 ડિગ્રી આસપાસ લઘુતમ તાપમાન પહોંચી ગયું છે.
હવામાન વિભાગે પણ ગુજરાતના મોટાભાગના કોલ્ડ વેવની આગાહી કરી છે. અત્યારના દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો હજી નીચે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં હજી પણ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ કરી છે.
