ભાવનગર શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા “”NO DRUGS IN BHAVNAGAR”” અભિયાન અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ચિત્રા GIDC વિસ્તારમાંથી 1920 બોટલો કિંમત રૂૂપિયા આશેર 3 લાખથી વધુના પ્રતિબંધિત કફ સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ SOGના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચિત્રા GIDC પ્લોટ નંબર 339/1, શોપ નંબર 5 ખાતે દરોડો કરતા દરમિયાન પોલીસને ત્યાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી અને નશા માટે વપરાતી ’કોડીન ફોસ્ફેટ’ યુક્ત કફ સીરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ બોટલો 1920 કુલ કિંમત રૂૂપિયા 3,04,128 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.
પોલીસે આ ગેરકાયદેસર જથ્થા સાથે ભાવેશ અમોલખભાઈ દુધેલા ઉં.વ.50, રહે.દેવરાજનગર-1, પ્લોટ નં. બી/23 વાળાની ધરપકડ કરી છે, આ મામલે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની જોગવાઈ મુજબ બોરતળાવ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
