માર્ચમાં યોજાનાર SVUM આંતરરાષ્ટ્રીય મેળાના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકારતા મુખ્યમંત્રી

પરાગભાઇ તેજૂરાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળનું પ્રતિનિધિ મંડળ ભુપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતેમળેલ અને સૌરાષ્ટ્ર કચ્છ ના વિકાસ માટે થોડા મહત્વના મુદ્દાઓ અંગે રજુઆત…

પરાગભાઇ તેજૂરાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળનું પ્રતિનિધિ મંડળ ભુપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતેમળેલ અને સૌરાષ્ટ્ર કચ્છ ના વિકાસ માટે થોડા મહત્વના મુદ્દાઓ અંગે રજુઆત કરેલ અને આગામી તારીખ 11થી 13 માર્ચ 2025ના રોજ યોજાનાર એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય મેળા ના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપેલ જે તેઓશ્રી સ્વીકારેલ અને આવવાની ખાત્રી આપેલ, આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહેલ.


સૌરાષ્ટ્ર કચ્છ એટલે ભારતના લઘુ ઉદ્યોગોનું ઉદભવ સ્થાન છે અને વિકાસની દોડ માં કાયમ અગ્રેસર રહ્યું છે. ઘણું કાર્ય થયું છે પરંતુઅમારા માનવા પ્રમાણે હજુ ઘણું કરવા યોગ્ય કાર્ય બાકી છે, જેઅંગે અમે નીચે દર્શાવેલ મુદ્દાઓ પર ભુપેન્દ્રભાઈ પટેલ,મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માં આવેલ. કોકોનટ બોર્ડ, આઈ ટી પાર્ક,ક્ધવેન્શન અને એક્ઝિબિશન સેન્ટર(રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં) વીરપુરઅને ચોટીલા યાત્રાધામ વિકાસ, સૌથી મહત્વપૂર્ણ સૌરાષ્ટ્ર કચ્છ ડેવલપમેન્ટ બોર્ડ કે જેની રચના 1960 થી પ્રસ્તાવિત છે. ઉદ્યોગ કમિશનર અને ઇન્ડેક્સ બીની રિજનલ ઓફિસ. મોરબી માટે ઇન્ફાસ્ટ્રક્ચર. આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ.

રેલ સેવાઓનું વિસ્તૃતિકરણ, નિકાસ વેપાર માટે એમ. એસ.એમ. ઈને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો અનેક સુવિધાઓની જરૂૂર છે જેમકે મોટા ઉદ્યોગોની સ્થાપના, આંતરરાષ્ટ્રીય વિમાનની સેવા, ફાસ્ટ ટ્રેન સાથે રેલવેની સુવિધાઓનું વિસ્તૃ તિકરણ, એક્ઝિબિશન અને ક્ધવેન્શન સેન્ટર મારખાકીય સુવિધાઓ જેમકે આઈટી પાર્ક, ઇમિટેશનજ્વેલરી પાર્ક, ઓટો પાર્ક સહિત અને ક જરૂૂરિયાતો છે. રાજકોટ માટે હાઇકોર્ટ બેંચ ની પણ ખૂબ જરૂૂર છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે નાળિયેરી અને ખજૂરના વાવેતરની ખૂબ સંભાવનાઓ રહેલછે જે આવતા વર્ષોમાં એક લાખ કરોડનો નવો વ્યવસાય વિકસાવી શકે તેમ છે. દ્વારકા અને સોમનાથનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ જ્યાં દર વર્ષે લગભગ 50 લાખ કરતા વધુ ભાવિકો આવે છે તેવા ચામુંડા માતાજીના ધામ ચોટીલા તથા જલારામધામ વિરપુરનો પણ યાત્રાધામ તરીકે વિકાસ થાય તે જરૂૂરી છે.

ચોટીલાની રેલ માર્ગે જોડવામાં આવે તે પણ ખૂબ જ જરૂૂરી છે. મોરબી વાંકાનેરમાં સિરામિક સેનેટરી વેર ઘડિયાળ પેકેજીંગ સહિતના ઉદ્યોગોથી ધમધમે છે પરંતુ ત્યાં માળખાકી સુવિધાઓ ખાસ કરીને રોડ રસ્તા ખૂબ જ દયાજનક સ્થિતિમાં છે તે સુધારવાની ખૂબ જરૂૂર છે. આ મુલાકાત સમયે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજૂરા, ઉપપ્રમુખ મહેશ નગડિયા, કમિટીના સભ્યો કેતન વેકરીયા, વિશાલ ગોહેલ, જયેશ દવે, દિગંત સોમપુરા, પ્રશાંત જોશી, પ્રથમ તેજૂરા વગેરે અને ખાસ ધારાસભ્ય દર્શિતાબેન શાહ હાજર રહેલ. આગામી 11 માર્ચ 2025ના રોજ યોજાનાર એસ.વી.યુ.એમ. 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ઉદઘાટન કરવા પધારવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રુબરુ નિમંત્રણ આપેલ અને તેઓથીએ નિમંત્રણ નો સ્વીકાર કરેલ હતો અને આવવાની ખાત્રી આપેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *