રાજકોટની હોસ્ટેલમાં ધો.11ની છાત્રાનો આપઘાત

મારાથી કોઇને દુ:ખ પહોંચ્યુ હોય તો માફ કરજો… ચિઠ્ઠી લખી ચોટીલાની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ લીધો ભાર વિનાનાં ભણતરનાં સ્લોગન વચ્ચે વિધાર્થીઓનાં આપઘાતનાં પ્રયાસ અને આત્મહત્યાની…

મારાથી કોઇને દુ:ખ પહોંચ્યુ હોય તો માફ કરજો… ચિઠ્ઠી લખી ચોટીલાની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ લીધો

ભાર વિનાનાં ભણતરનાં સ્લોગન વચ્ચે વિધાર્થીઓનાં આપઘાતનાં પ્રયાસ અને આત્મહત્યાની ઘટનાઓ દીન બદીન વધી રહી છે . ત્યારે વધુ એક બનાવમા મુળ ચોટીલાનાં તાજપર ગામની વતની અને હાલ રાજકોટમા હોસ્ટેલમા રહી ધો. 11 સાયન્સમા અભ્યાસ કરતી વિધાર્થીનીએ મારાથી કોઇને દુ:ખ પહોંચ્યુ હોય તો માફ કરજો તેવી ચીઠ્ઠી લખી હોસ્ટેલમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ ચોટીલા તાલુકાનાં તાજપર ગામની વતની અને હાલ રાજકોટમા ગોકુલધામ વિસ્તારમા આવેલ ડાલીબાઇ છાત્રાલયમા રહી ધો. 11 સાયન્સમા અભ્યાસ કરતી રીંકલબેન મનસુખભાઇ ગાબુ નામની 16 વર્ષની સગીરાએ કોઇ અગમ્ય કારણસર હોસ્ટેલમા એંગલમા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. સગીરાને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી નીષ્પ્રાણ જાહેર કરતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમીક પુછપરમા મૃતક રીંકલબેન ગાબુ બે ભાઇ બે બહેનમા વચેટ હતી. અને છેલ્લા 1 વર્ષથી ડાલીબાઇ છાત્રાલયમા રહી ધો. 11 સાયન્સમા અભ્યાસ કરતી હતી ગઇકાલે રીંકલબેન ગાબુએ બપોરનાં બે વાગ્યાનાં સમયે તેનાં પિતા મનસુખભાઇ ગાબુ સાથે ફોનમા વાત કરી હતી . કે તેમ કેમ હમણા નવરા નથી થતા. કામ પતે પછી આટો મારી જાવ . તેવુ કહયુ હતુ. બાદમા આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતક રીંકલબેન ગાબુ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે જેમા મારાથી કોઇને દુખ પહોંચ્યુ હોય તો માફ કરજો . મારા આત્માને શાંતિ મળે તેવો ઉલ્લેખ કરવામા આવ્યો છે. વિધાર્થીનીનાં આપઘાત પાછળનુ કારણ જાણવા માલવીયા નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

કોલેજિયન યુવતીએ પ્રેમીના ત્રાસથી વખ ઘોળ્યું
રાજકોટમા ગોંડલ રોડ પર આવેલા ગુલાબનગરમા રહેતી ર0 વર્ષીય કોલેજીયન યુવતી સંધ્યા ટાણે પોતાનાં ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી . યુવતીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે ખસેડવામા આવી હતી. પ્રાથમીક તપાસમા યુવતી કોલેજનાં અભ્યાસ સાથે ઓફીસમા નોકરી કરે છે. છ મહીના પહેલા યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે કેતન નામનાં વ્યકિત સાથે પ્રેમ થયો હતો બાદમા કેતન હેરાન કરતો હોવાથી એકાદ મહીનાથી યુવતીએ પ્રેમ સબંધ તોડી નાખ્યો હતો જેથી ઉશ્કેરાયેલા પ્રેમીએ તારી વિરુધ્ધ ફરીયાદ કરવા જાઉ છુ તેમ કહી ફોટા ડીલીટ કરી નાખ્યા હતા પુર્વ પ્રેમીનાં ત્રાસથી કંટાળી યુવતીએ વખ ઘોળ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *