શહેરના 150 ફુટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે શાસ્ત્રીનગરમાં વાહન સાઇડમાં રાખવાનું કહી બાઇક સાથે રીક્ષા અથડાવતા ખર્ચ બાબતે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલી હતી. જેમાં ચાર લોકો ઘવાયા હતા. જે બનાવાં રાયોટ, મારામારી, ધમકી, તોડફોડની 16 શખ્સો સામે સામસામી ફરીયાદ નોંધાઇ છે. કાર અને વોટર પ્લાન્ટમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ યુપીના અને હાલ અયોધ્યા ચોકમાં સેફરોન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ રામકેવલ શર્મા (ઉ.વ.22) નામના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કાનાભાઇ, રામભાઇ, રીક્ષાચાલક અને અજાણ્યા ચાર શખ્સોના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે ફરીયાદી તેના ભાઇ શ્યામલાલ સાથે ઘર નજીક વોટર ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણીની બોટલ ભરવા ગયા હતા ત્યારે આરોપીએ બાઇક સાઇડમાં રાખવાનું કહેતા ફરીયાદી બાઇક સાઇડમાં રાખે તે પહેલા રીક્ષા ચાલકે બાઇકને ઠોકર મારી હતી. જેથી નુકશાનીનો ખર્ચ માંગતા ત્રણેય શખ્સોએ બોલાચાલી કરતા ફરીયાદી ઘરે જતા રહ્યા હતા. દરમિયાન ફરીયાદી રાકેશભાઇ, પ્રદિપભાઇ, શ્યામલાલ, અર્જુન, પ્રમોદભાઇ સહીતના ફિલ્ટર પ્લાન્ટ ખાતે સમાધાન કરવા ગયા ત્યારે આરોપીઓએ લાકડી વડે હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. જેમાં ફરીયાદીને રાકેશભાઇ અને અર્જુનભાઇને ઇજા થતા સારવારમાં ખસેડાયા હતા.
જયારે સામાપક્ષે શાસ્ત્રીનગર શેરી નં.10માં રહેતા અને દેવરાજ વોટર સપ્લાય નામનો ફિલ્ટર પ્લાન્ટ ધરાવતા કાનાભાઇ જગમાલભાઇ સાટીયા (ઉ.વ.45)એ નોંધાવેલી વળતી ફરીયાદમાં આરોપી તરીકે વિશાલ, શ્યામલાલ, રાકેશ, પ્રદિપ, અર્જુન અને અજાણ્યા ચાર શખ્સોના નામ આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે બપોરે આરોપી વિશાલ અને શ્યામલાલ ફિલ્ટર પ્લાન્ટ ખાતે પાણી ભરવા આવ્યા ત્યારે બાઇક સાઇડમાં રાખવાનું કહેતા બોલાચાલી થઇ હતી જેથી બન્ને ત્યાનથી જતા રહ્યા બાદ થોડીવાર બાદ તમામ આરોપીઓ ધોકા-પાઇપ સાથે ધસી આવ્યા હતા અને હુમલો કરી ફિલ્ટર પ્લાન્ટમાં તોડફોડ કરી હતી. જેમાં ફરીયાદી કાનાભાઇ અને રામભાઇને ઇજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
આ અંગે પોલીસે રાયોટીંગ, મારામારી, તોડફોડ સહીતની કલમો હેઠળ બન્ને પક્ષોની સામસામી ફરીયાદ પરથી 16 શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ એન.કે. પંડયાએ તપાસ હાથ ધરી છે.