રાજકોટ મનપાએ વન-ડે, વન-વીક ઝૂબેશ હેઠળ શરૂૂ કરેલી દબાણ હટાવ સહિતની કામગીરી સંદર્ભે આજે રૈયા રોડ ઉપર મનપાનો કાફલો ઉતર્યો હતો. એ દરમિયાન રૈયા ચોકડી અને હનુમાન મઢી ચોક વચ્ચે આવેલા કનૈયા ચોકમાં ધાર્મિક ફોટા અને નામકરણનું બોર્ડ ઉતારીને જપ્ત કરવા જતા કોર્પોરેશનના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઇ હતી.
આજે સવારથી જ રૈયા રોડ પર દુકાન બહાર, કોમ્પ્લેક્સના માર્જિન અને પાર્કિગની જગ્યામાં સાઇન બોડ, રેલીગ સહિતના દબાણ દૂર કરવા માટે કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાનો કાફલો નિકળ્યો હતો.
દરમિયાન કનૈયા ચોકમાં મુકાયેલા નામકરણનું બોર્ડ અને ધાર્મિક ફોટા મનપાના સ્ટાફે ઉતારીને ટ્રકમાં ભરવા લાગતા સ્થાનિક આગેવાનો એકઠાં થઇ ગયા હતા. મનપાના સ્ટાફ સાથે રહેલી વીજીલન્સ પોલીસ અને આગેવાનો વચ્ચે માથાકૂટ થઇ હતી. આગેવાનોના કહેવા મુજબ કનૈયા ચોકના નામકરણનું બોર્ડ ટ્રાફિકને નડતરરૂૂપ ન હોય એ રીતે સાઇડમાં મુકવામા આવેલુ હોવા છતાં તે ઉતારીને ટ્રકમાં ભરવા લાગ્યા હતા.
સ્વ.વિજયભાઇના હસ્તે નામકરણ થયું હતું, મનપામાં ઠરાવ પણ થઇ ચુક્યો છે
સ્થાનિક આગેવાન યુવરાજસિંહ ચૌહાણ અને રાજુભાઇ ડાંગર સહિતના આગેવાનોએ કહ્યુ હતુ કે, પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂૂપાણીનું નિવાસસ્થાન કનૈયા ચોકથી તદન નજીક જ આવે છે. તેમની હયાતીમાં જ આ ચોકનું કનૈયા ચોક તરીકે નામકરણ થયુ હતુ અને કોર્પોરેશનમાં તેનો સતાવાર ઠરાવ પણ થઇ ચુક્યો છે. આમછતા જગ્યા રોકાણ શાખાના સ્ટાફે દાદાગીરી કરીને આ બોર્ડ ઉતારવાની ચેષ્ઠા કરી હતી.
