સૌરાષ્ટ યુનિવર્સિટી એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં બઘડાટી

બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બે સભ્યોને સમાવવા સામે 63માંથી 55 સભ્યોના વિરોધ બાદ કુલપતિના પારોઠના પગલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી.જેમાં ગરમા ગરમીના દ્રશ્યો…

બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં બે સભ્યોને સમાવવા સામે 63માંથી 55 સભ્યોના વિરોધ બાદ કુલપતિના પારોઠના પગલાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી.જેમાં ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા હતા. પહેલીવાર કોઈ યુનિવર્સિટીની બેઠકમાં કુલપતિ ડો.ઉત્પલ જોશીની ભલામણ ચાલી ન હતી અને કાઉન્સિલના 63માંથી પપ જેટલા સભ્યોએ ટેબલ આઇટમનો વિરોધ કરતા આખરે નિર્ણય પડતો મૂક્યો હતો.

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુક્રવારે યોજાયેલી *એકેડેમિક કાઉન્સિલ (AC )ની બેઠક દરમિયાન ભારે ગરમાગરમી જોવા મળી. બેઠકમાં વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, પરંતુ અંતિમ ઘડીએ કુલપતિ તરફથી કરાયેલા એક મુદ્દાના પ્રસ્તાવને લઈને સભ્યોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. બેઠકમાં અંદાજે 58 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, છેલ્લી ક્ષણે રજૂ કરાયેલા મુદ્દાને લઈને કેટલાક સભ્યોએ સત્તાનો દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે બેઠકનું વાતાવરણ તંગ બન્યું હતું અને ચર્ચા ગરમાઈ ગઈ હતી.

વિવાદનું મુખ્ય કારણ એ હતું કે એકેડેમિક કાઉન્સિલમાંથી બે સભ્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (ઇજ્ઞખ)માં સમાવેશ કરવા માટેની પ્રક્રિયા/એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. સભ્યોનું કહેવું હતું કે આ પ્રકારનો નિર્ણય યોગ્ય ચર્ચા અને પૂર્વ તૈયારી વગર અંતિમ ક્ષણે લાવવામાં આવ્યો છે, જે શૈક્ષણિક લોકશાહી અને પારદર્શિતાના સિદ્ધાંતોને નુકસાન કરે છે. બેઠકમાં કેટલાક સભ્યોએ સ્પષ્ટ કહ્યું કે ઇજ્ઞખમાં સભ્યોની પસંદગી જેવી મહત્વની બાબત અચાનક અને ઉતાવળમાં ન થવી જોઈએ. આ મુદ્દે સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થતાં બેઠકમાં તણાવ વધ્યો હતો. બેઠક દરમિયાન કેટલાક સભ્યોએ યુનિવર્સિટીના અગાઉના કેટલાક નિર્ણયોની પણ ચર્ચા ઉઠાવી હતી. ખાસ કરીને કેટલીક કોલેજોના એજન્ડા લાંબા સમયથી પેન્ડિંગ હોવાના મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

સભ્યોના જણાવ્યા મુજબ, કેટલીક બાબતોમાં વર્ષોથી નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓને સીધી અસર થાય છે. તેમણે એવી પણ વાત રજૂ કરી કે અમુક ફાઈલો/મંજૂરીઓમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો અગાઉથી સામે આવતી રહી છે, છતાં તેનો યોગ્ય ઉકેલ દેખાતો નથી. આ પરિસ્થિતિમાં ઇજ્ઞખ જેવી સંસ્થામાં સભ્યોની નિમણૂકને લઈને પારદર્શિતા રાખવી જરૂૂરી હોવાનું પણ સભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું. AC બેઠકમાં સભ્યોએ અંતિમ ક્ષણે રજૂ કરાયેલા પ્રસ્તાવ સામે વાંધો વ્યક્ત કરતા કુલપતિ સાથે સીધી ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સભ્યોનું માનવું હતું કે AC ની સત્તા અને પ્રક્રિયા મુજબ એજન્ડા અગાઉથી સ્પષ્ટ હોવો જોઈએ અને નિયમિત રીતે ચર્ચા થવી જોઈએ.

ઉગ્ર ચર્ચા બાદ કેટલાક સભ્યોએ પોતાનો વિરોધ નોંધાવ્યો અને બેઠકમાં અસંતોષની લાગણી વ્યાપી ગઈ હતી. અંતે બેઠક તંગ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. યુનિવર્સિટી વર્તુળોમાં આ ઘટનાને લઈને ચર્ચા છે કે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા અને નિર્ણય માટે ફરી ચર્ચા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *