વિજરખી ગામે પાનની દુકાને બે જૂથો વચ્ચે અથડામણ

જામનગર નજીક વિજરખી ગામમાં આવેલી એક પાનની દુકાને જુની તકરાર નું સમાધાન કરવા માટે એકત્ર થયેલા વિજરખી અને આલિયાવાડા ગામના બે જૂથ વચ્ચે તકરાર થઈ…

જામનગર નજીક વિજરખી ગામમાં આવેલી એક પાનની દુકાને જુની તકરાર નું સમાધાન કરવા માટે એકત્ર થયેલા વિજરખી અને આલિયાવાડા ગામના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામ સામે હુમલા થયા હતા. જે મામલે બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ નોંધાવાઇ છે, ઉપરાંત એક જૂથના બે ટુ-વ્હીલર સળગાવી દેવાયાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા ભરત કારાભાઈ સરસિયા નામના ભરવાડ યુવાને પોતાની દુકાને જૂની અદાવતનું સમાધાન કરવા માટે આવેલા આલિયાબાડા ગામના અજય મકવાણા, કિશન મકવાણા, રાયધન મકવાણા અને તેના એક સાગરીતે તકરાર કર્યા પછી દુકાનદાર અને તેના એક મિત્રને માર મારી તોડફોડ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

જયારે સામા પક્ષે અલીયાબાડા ગામના નરેશ નાગજીભાઈ પરમારે પોતાના ઉપર તેમજ પોતાની સાથે ઉભેલા અન્ય એક વ્યક્તિ પર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાના એક્ટિવા અને રાયધનભાઈ ના યામાહા મોટર સાયકલ પર પેટ્રોલ છાંટી સળગાવી નાખવા અંગે વીજરખી ગામના ભરત કારાભાઈ સરસીયા, કારાભાઈ ખેંગારભાઈ સરસિયા, પરબતભાઈ સરસીયા, રમેશભાઈ હરિભાઈ, અશ્વિન ખેંગારભાઈ, બાબુભાઈ સરસિયા, મૈયાભાઈ સરસીયા, મનસુખભાઈ સરસીયા, સંજયભાઈ સરસિયા, કારાભાઈ સરસિયા વગેરે 11 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.


આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશ લાંબરીયા તેમની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે, જ્યારે બંને પક્ષની સામ સામે ફરિયાદ ના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *